For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું દાઉદની ગર્લફ્રેન્ડ બનશે પાકિસ્તાનના વડાપ્રધાન?

મુંબઈ બોમ્બ બ્લાસ્ટના મુખ્ય આરોપી અને પાકિસ્તાનમાં છૂપાયેલા કુખ્યાત અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમની કથિત ગર્લફ્રેન્ડ મેહવિશ હયાત પાકિસ્તાનના વડાપ્રધાન બનવા માંગે છે, તે અંગેની ઇચ્છા પણ વ્યક્ત કરી છે.

|
Google Oneindia Gujarati News

ઇસ્લામાબાદ, 26 જુલાઇ : મુંબઈ બોમ્બ બ્લાસ્ટના મુખ્ય આરોપી અને પાકિસ્તાનમાં છૂપાયેલા કુખ્યાત અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમની કથિત ગર્લફ્રેન્ડ મેહવિશ હયાત પાકિસ્તાનના વડાપ્રધાન બનવા માંગે છે, તે અંગેની ઇચ્છા પણ વ્યક્ત કરી છે. પાકિસ્તાની અભિનેત્રી મેહવિશ હયાત તેની કરિયરમાં એક નવુ સોપાન ઉમેરવા માંગે છે. એક ઇન્ટરવ્યુ દરમિયાન મહેવિશે પોતાની ઇચ્છા ખુલ્લેઆમ વ્યક્ત કરી હતી. આ સાથે મહેવિશે જણાવ્યું હતું કે, કે તે કેવી રીતે પાકિસ્તાનના વડાપ્રધાન બની શકે છે.

dawood ibrahim girlfriend mehwish hayat

દાઉદની ગર્લફ્રેન્ડ છે મેહવિશ

દાઉદની ગર્લફ્રેન્ડ છે મેહવિશ

દાઉદ ઇબ્રાહિમ અને મેહવિશ હયાતનો ખૂબ ગાઢ સંબંધ છે અને તે દાઉદની ગર્લફ્રેન્ડ હોવાનું માનવામાં આવે છે. જો કે, આ બંનેએ પોતાના સંબંધોને અતિ પ્રાઇવેટ રાખ્યા છે, પરંતુ જ્યારે ગત વર્ષે ઓગસ્ટમાં તેમના આ ખાનગી સંબંધો જાહેર થઇ ગયા ત્યારે દાઉદ ઇબ્રાહિમ ખૂબ જ ગુસ્સે થઈ ગયો હતો. તેનાથી 27 વર્ષ નાની મેહવિશ હયાત દાઉદ ઇબ્રાહિમની સૌથી મોટી કમજોરી માનવામાં આવી રહી છે.

મેહવિશને બનવું છે પાકિસ્તાનના વડાપ્રધાન

મેહવિશને બનવું છે પાકિસ્તાનના વડાપ્રધાન

પાકિસ્તાની અભિનેત્રી મેહવિશ હયાતે ઘણી પાકિસ્તાની ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં 'પંજાબ નહીં જાંગી', 'જવાની ફિર નહીં આની' મુખ્ય છે. મેહવિશે પાકિસ્તાની ન્યુઝ ચેનલ સાથેની વાતચીત દરમિયાન આ ઈચ્છા વ્યક્ત કરી છે. ઇન્ટરવ્યૂ દરમિયાન મેહવિશ હયાતે કહ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં તેનો રાજકારણ તરફનો લગાવ ઘણો વધી ગયો છે. રાજનીતિ એ એક વસ્તુ છે, જેને મારે એક વિષય તરીકે આગળ વધારવી છે. જ્યારે હોસ્ટે મેહવિશ હયાતને પૂછ્યું કે, શું તે રાજકારણમાં કારકિર્દી બનાવવા માંગે છે, ત્યારે તેણે વિશ્વાસપૂર્વક "ઈન્શાલ્લાહ" કહ્યું હતું.

શું મેહવિશ હયાત ચૂંટણી લડશે?

શું મેહવિશ હયાત ચૂંટણી લડશે?

ઇન્ટરવ્યૂ દરમિયાન મેહવિશ હયાતને પૂછવામાં આવ્યું હતું કે, શું તમે સંસદ દ્વારા અથવા કોઈ રાજકીય પક્ષ દ્વારા રાજકારણમાં પ્રવેશ કરશો? જેનો જવાબ હયાતે હસીને આપ્યો હતો, તેણે કહ્યું કે, મારો ઉદ્દેશ્ય દેશમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં મદદ કરવાનો છે. હું સાંસદ તરીકે પાકિસ્તાની સંસદમાં પહોંચું છું કે, હું મારી પોતાની એક અલગ રાજકીય પાર્ટી બનાવીશ, એ તો સમય પર આધાર રાખે છે.

ઈમરાન ખાનથી પ્રભાવિત છે મેહવિશ

ઈમરાન ખાનથી પ્રભાવિત છે મેહવિશ

ઇન્ટરવ્યૂ દરમિયાન રાજકારણ વિશે વાત કરતા મેહવિશ હયાતે કહ્યું કે, તે વડાપ્રધાન ઇમરાન ખાન અને તેમની રાજકીય પાર્ટી PTIની રાજનિતીથી પ્રેરિત છે. મેહવિશે કહ્યું કે, હું ઇમરાન ખાનના રાજકારણમાંથી પ્રેરણા લઉં છું. કારણ કે, તેમણે સામાજિક વિચારસરણીમાં પરિવર્તન લાવ્યા છે. જો કોઈ ક્રિકેટર દેશના વડાપ્રધાન બની શકે છે, તો ચોક્કસ કોઈ અભિનેત્રી પણ દેશની વડાપ્રધાન બની શકે છે. હોસ્ટે હયાતને પૂછ્યું કે, શું હયાતે ઇમરાન ખાનને વડાપ્રધાન પદ માટે પડકાર આપશે? ત્યારે મેહવિશે જણાવ્યું કે, હું ઇમરાન ખાનને પડકારવા નથી માંગતી, પરંતુ જો મારે તેમને પડકારવા જ હોય તો મારે તે માટે વડાપ્રધાન પદના દાવેદાર બનવું પડે.

દાઉદ ઇબ્રાહિમે આગળ વધારી?

દાઉદ ઇબ્રાહિમે આગળ વધારી?

મેહવિશ હયાતની શરૂઆતની કારકીર્દિ ખાસ રહી ન હતી, પણ અચાનક તેને ઘણી મોટી ફિલ્મો મળવા લાગી, જે કારણે પાકિસ્તાની મીડિયામાં મેહવિશ હયાતની સફળતા પાછળ કરાંચીના કેટલાક પ્રભાવશાળી વ્યક્તિને જવાબદાર માનવામાં આવતા હતા. જે બાદ દાવો કરવામાં આવ્યો હતો કે, ભારતનો વોન્ટેડ અપરાધી દાઉદ ઇબ્રાહિમ સિવાય બીજા કોઈ દ્વારા પણ મેહવિશ હયાતની મદદ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, દાઉદ જ્યારે ભારતમાં હતો, ત્યારે દાઉદ ઇબ્રાહિમની ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર સારી પકડ હતી અને પાકિસ્તાન ભાગી ગયા બાદ પણ તે પકડ મજબૂત રહી હતી. દાઉદ લાહોર અને કરાંચીમાં પણ ફિલ્મ નિર્માતાઓ સાથે લાંબા સમયથી જોડાયેલા છે.

મેહવિશને મળ્યો છે રાષ્ટ્રપતિ એવોર્ડ

મેહવિશને મળ્યો છે રાષ્ટ્રપતિ એવોર્ડ

મેહવિશ હયાતને 'તમગા એ ઇમ્તિયાઝ' એવોર્ડ પણ મળ્યો છે, જે પાકિસ્તાનમાં એક પ્રતિષ્ઠિત એવોર્ડ માનવામાં આવે છે, જેના કારણે પાકિસ્તાનમાં ભારે હોબાળો પણ મચ્યો હતો અને મેહવિશની આકરી ટીકા કરવામાં આવી હતી. લોકોએ મેહવીશ હયાતની લાયકાત પર સવાલ ઉઠાવ્યા હતા અને તે આ એવોર્ડને લાયક ન હોવાનું જણાવ્યું હતું.

દાઉદ ઇબ્રાહિમ થઈ ગયો લટ્ટુ

દાઉદ ઇબ્રાહિમ થઈ ગયો લટ્ટુ

મેહવિશ હયાતને પહેલીવાર દાઉદ ઇબ્રાહિમે આઈટમ સોંગમાં જોઇ હતી જે બાદ તે મેહવિશની સુંદરતા પર ફિદા થઇ ગયો હતો. મેહવિશ દાઉદ ઇબ્રાહિમથી 27 વર્ષ નાની છે. દાઉદ સાથે રિલેશનશિપમાં આવ્યા બાદ મેહવિશના દિવસો બદલાઇ ગયા હતા અને તેને ઘણા મોટા પ્રોજેક્ટ્સમાં કામ કરવાની તક મળી હતી. જે બાદ હવે તે રાજકારણમાં જોડાવાની વાત કરી રહી છે, આવી સ્થિતિમાં માનવામાં આવી રહ્યું છે કે, તેને દાઉદ ઇબ્રાહિમનું સમર્થન મળશે.

English summary
Mehwish Hayat, the main accused of the Mumbai bomb blasts and the alleged girlfriend of the notorious underworld terrorist Dawood Ibrahim hiding in Pakistan, wants to become the Prime Minister of Pakistan and she has also expressed her desire for this. Pakistani actress Mahvish Hayat is exploring new horizons in her career path. During a recent interview, she has openly disclosed her aspirations and told how she can become the Prime Minister of Pakistan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X