Dawood Ibrahim Last Wish : અધુરી રહી ગઈ ડોન દાઉદ ઈબ્રાહિમની અંતિમ ઈચ્છા? જાણો શું હતી ઈચ્છા?

દાયકા સુધી ભારતમાં આતંકનો પર્યાય બનેલો દાઉદ ઈબ્રાહિમ મોતને ભેટ્યો હોવાના અહેવાલ છે. મોતની ખબર વચ્ચે દાઉદ ઈબ્રાહિમની અંતિમ ઈચ્છા અધુરી રહી ગઈ હોવાની વાતો થઈ રહી છે.

દાઉદ ઈબ્રાહિમને લઈને ચર્ચા છે કે તેને કરાચીમાં કોઈ અજાણ્યા વ્યક્તિએ ઝેર આપ્યું છે અને તેનું મોત થયુ છે. પાકિસ્તાન તરફથી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી સોશિયલ મીડિયામાં સમાચાર ફેલાઈ રહ્યા છે.

Dawood Ibrahim

પાકિસ્તાનમાં ઈન્ટરનેટ ડાઉન છે અને કહેવામાં આવી રહ્યું છે કે તેનું કારણ દાઉદ ઈબ્રાહિમ છે. દાઉદ ઈબ્રાહીમ ખરેખર મૃત્યુ પામ્યો હોય અથવા તો ખરેખર હોસ્પિટલમાં જીવન-મરણની લડાઈ લડી રહ્યા હોય તો દાઉદની અંતિમ ઈચ્છા અધૂરી રહી જશે તે નક્કી છે.

તમે વિચારતા હશો કે જે વ્યક્તિ પાસે સંપતિ અને પાવર હતો અને કહેવાતા રાજકીય પક્ષો દ્વારા સુરક્ષા અપાતી હતી તેની ઈચ્છા અધૂરી રહી શકે ખરી? આ ડોનની પણ કેટલીક ઈચ્છાઓ છે જેને તે પૂરી કરવા માટે ભારત આવવું પડે, જે હાલ શક્ય નથી.

દાઉદ ઈબ્રાહિમ તેની માતા અમીના બી અને પિતા ઈબ્રાહીમ કાસકરને ખૂબ પ્રેમ કરતો હતો, જો કે તેના ગુનાઓ સામે આવ્યા બાદ તેને પોતાના પિતાની નફરતનો સામનો કરવો પડ્યો હતો. તેની અંતિમ ઈચ્છા હતી કે જ્યારે તે મૃત્યુ પામે ત્યારે તેની કબર તેના માતા-પિતાની કબરોની વચ્ચે બનાવવામાં આવે.

જણાવી દઈએ કે, દાઉદનો પરિવાર મુંબઈના બડા કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યો છે અને કેટલાક મીડિયા રિપોર્ટ એવું પણ કહે છે કે દાઉદે આ કબ્રસ્તાનમાં વર્ષોથી કબર પણ બુક કરાવી છે.

તેણે તેના પિતાની કબર પર ગુલાબની પાંખડીઓનાં કેટલાંક ટ્રકો ખડક્યા હતા. જેની સુગંધથી આખું કબ્રસ્તાન ઘણા દિવસો સુધી મહેકતું રહ્યું હતુ.

આવી સ્થિતિમાં જો દાઉદ વિશે સોશિયલ મીડિયા પર જે કંઈ પણ કહેવામાં આવી રહ્યું છે તે સાચું છે, તો ચોક્કસ તેની અંતિમ ઈચ્છા અધૂરી રહી. કારણ કે પાકિસ્તાન ક્યારેય સ્વીકારશે નહીં કે તેણે ડી કંપનીના નેતાને આશ્રય આપ્યો હતો અને તે તેને પણ તેના ભાઈ નૂરાની જેમ પાકિસ્તાનમાં ગુપ્ત રીતે દફનાવી દેશે.

જણાવી દઈએ કે, 2009માં દાઉદના નાના ભાઈ નૂરાનું અવસાન થયું હતું તેનો મૃતદેહ મુંબઈ લાવવામાં ન આવ્યો અને ત્યારબાદ તેને કરાચીમાં જ ગુપ્ત જગ્યાએ દફનાવવામાં આવ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X