For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ત્યાં તો જીવંત થઇ 101 વર્ષની મૃત મહિલા

|
Google Oneindia Gujarati News

Coffin
બેઇજિંગ, 25 જાન્યુઆરીઃ ચીનમાં એક અજીબો ગરીબ ઘટના ઘટી હતી. એક મહિલાને જ્યારે દફન કરવા માટે લઇ જવામાં આવી ત્યારે તે અચાનક જીવીત થઇ ગઇ હતી, આ જોઇને લોકો આશ્ચર્ય સાથે અંચબામાં મુકાઇ ગયા હતા. પરિવારના સભ્યો 101 વર્ષની મહિલાને મૃત સમજીને તાબુતમાં રાખવા જઇ જ રહ્યાં હતા, ત્યાં તે જીવીત થઇ ગઇ હતી. મહિલાની પુત્રીએ એખ દિવસ પહેલા પોતાની માતાને મૃત જોયા હતા. સંઘાઇ ડેલીના અહેવાલ અનુસાર ગુઆંગડોન પ્રાતમાં ગયા રવિવારે આ ઘટના ઘટી હતી.

લિઆનજિઆંગ શહેરની રહેવાસી વિધવા મહિલા પેંગ સિઉહૂઆ બે અઠવાડિયા પહેલા પડી જતા પથારીવસ હતી. ત્યાર બાદ તેની બે પુત્રીઓ તેની સાર-સંભાળ લઇ રહી હતી. શનિવારે સવારે પેંગની પુત્રીઓએ તેના માતાનું શરીર અકડાયેલુ લાગ્યું. પુત્રીઓએ શ્વાસ અને હદયી ધડકનો બંધ જોઇ. ત્યાર બાદ તેમણે માની લીધુ કે તેમની માતાની મોત નીપજી છે.

બીજા દિવસે રવિવારે તેના પરિવાર અને પારિવારિક મિત્રો તેની દફન ક્રિયામાં લાગી ગયા. બપોરે તેને દફન કરવા માટે તાબુતમાં રાખવા માટે તેના મૃતદેહને નવડાવવી રહ્યાં હતા ત્યારે પેંગે આખો ખોલી નાંખી અને લોકોને જોઇને બોલી કે તમે બધા અહીં.

English summary
Chinese woman who was about to be put into a coffin by her family after being found 'dead' by daughters a day ago, came alive before all mourners gathered for the funeral ceremony.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X