રશિયા પ્રવાસ પર સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યુ - ઓછા સમયમાં પૂરો કરીશુ રક્ષા સોદો

રશિયામાં વિક્ટ્રી ડેની ઉજવણી માટે મૉસ્કોના ત્રણ દિવસીય પ્રવાસ પર ગયેેલા ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યુ કે રશિયા અને ભારતના સંબંધો જૂના છે.

રશિયામાં વિક્ટ્રી ડેની ઉજવણી માટે મૉસ્કોના ત્રણ દિવસીય પ્રવાસ પર ગયેેલા ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યુ કે રશિયા અને ભારતના સંબંધો જૂના છે. બંને દેશો વચ્ચે વિશ્વાસનો સંબંધ છે. તેમણે કહ્યુ કે ભારત-રશિયા વિશેષ અને વિશેષાધિકાર પ્રાપ્ત સામરિક ભાગદારી કરે છે. તેમણે કહ્યુ કે રક્ષા સંબંધ આના મહત્વપૂ્ણ સ્તંભોમાંનુ એક છે. રાજનાથ સિંહે પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન કહ્યુ કે ભારત અને રશિયાએ રક્ષા સોદાને વહેલી તકે પૂરો કરવા માટે સંમતિ દર્શાવી છે.

rajnath

રાજનાથ સિંહે કહ્યુ કે મૉસ્કોની તેમની યાત્રા કોરોના વાયરસ વચ્ચે પહલી અધિકૃત વિદેશ યાત્રા છે. તેમણે કહ્યુ કે આ યાત્રા ભારત અને રશિયા વચ્ચે વિશેષ મિત્રતાના સંકેત છે. આપણે કોરોના મહામારીના મુશ્કેલ સમયમાં પણ વિવિધ સ્તરે સારી રીતે બંધાયેલા છે. તેમણે કહ્યુ કે તેમના અને રશિયાના ઉપ પ્રધાનમંત્રી યૂરી બોરિસોવ સાથે દ્વિપક્ષીય રક્ષા સંબંધોની સમીક્ષા બેઠક થઈ છે. બંને વચ્ચેન બેઠક સકારાત્મક અને સફળ રહી છે. તેમણે કહ્યુ કે રશિયાના ઉપ પ્રધાનમંત્રીએ આશ્વાસન આપ્યુ છે કે બંને દેશો વચ્ચે ચાલી રહેલ અનુબંધોને જાળવી રાખવામાં આવશે. વળી, રક્ષા સોદના જલ્દી પૂરો કરી લેવામાં આવશે.

સંરક્ષણ મંત્રીએ કહ્યુ કે ભારતે રશિયા સાથે ઓક્ટોબર 2018માં એસ-400 વાયુ રક્ષા મિસાઈલના પાંચ એકમોને ખરીદવા માટે 5 બિલિયન ડૉલરની સમજૂતી કરી હતી. તેમણે કહ્યુ કે રશિયા સાથે ભારતની સમજૂતીને ગતિ આપવાની વાત કહેવામાં આવી. રક્ષામાં ભારતે કહ્યુ કે ભારત અને રશિયા વચ્ચે ખાસ કરીને ડિફેન્સ માટે વિશેષ સહયોગ છે. વળી, તેમણે રશિયાના રાષ્ટ્રપતિ વ્હાદીમીર પુતિનને ભારત આવવા માટે આમંત્રણ આપ્યુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X