For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીન પાસેથી શીખે દિલ્હી, ચીને બનાવ્યું છે વિશ્વનું સૌથી મોટું એર પ્યોરીફાયર ટાવર

બેઈજિંગ અને ચીન દુનિયાના સૌથી વધુ પ્રદૂષિત શહેરોની યાદીમાં સામેલ છે. ચીન અને ભારતની આ બે રાજધાની વાહનો, કન્સ્ટ્રક્શન અને ઈન્ડસ્ટ્રીમાંથી નીકળતા ઝેરી ગેસ, ધુમાડાની ઝપેટમાં છે.

|
Google Oneindia Gujarati News

બેઈજિંગ અને ચીન દુનિયાના સૌથી વધુ પ્રદૂષિત શહેરોની યાદીમાં સામેલ છે. ચીન અને ભારતની આ બે રાજધાની વાહનો, કન્સ્ટ્રક્શન અને ઈન્ડસ્ટ્રીમાંથી નીકળતા ઝેરી ગેસ, ધુમાડાની ઝપેટમાં છે. શિયાળામાં દિલ્હી-NCRની હાલત ખૂબ જ ખરાબ હોય છે. દરેક વખતની જેમ આ વખતે પણ દિલ્હી પ્રદૂષણથી ઢંકાઈ ચૂકી છે. દિલ્હી NCRમાં પ્રદૂષણને ડામવા રાજ્ય અને કેન્દ્ર સરકાર નિષ્ફલ રહ્યા છે. પાછલા બે સપ્તાહથી ધુમાડામાં લપેટાયેલી રાજધાનીમાં શ્વાસ લેવું મુશ્કેલ બન્યું છે. આ મામલે રાજ્ય અને કેન્દ્ર સરકાર આક્ષેપબાજી કરી રહ્યા છે. બીજી તરફ પાડોશી દેશ ચીન છે, જે પ્રદૂષણને પહોંચી વળવા સતત ઉપાય કરી રહ્યો છે.

એર પ્યોરીફાયરથી સ્વચ્છ થાય છે હવા

એર પ્યોરીફાયરથી સ્વચ્છ થાય છે હવા

ચીને ગત વર્ષે એર પ્યોરીફાયરનો એક્સપેરિમેન્ટ કર્યો હતો, જે હવે સફળ થઈ ચૂક્યો છે. ચીનના ઉત્તરી પ્રાંતમાં દુનિયાનું સૌથી મોટુ એર પ્યોરિફાયર ટાવર લાગેલું છે, જેની ઉંચાઈ 100 મીટર છે. ચીનના શાંક્જી પ્રાંતના જિયાનમાં બનેલું આ ટાવર ઝેરી ધુમાડાની સાથે સાથે ધુમ્મસ પણ હટાવે છે. જાન્યુઆરીમાં પ્રયોગ તરીકે આ ટાવર શરૂ કરાયું હતું. હવે તે પ્રયોગ સફળ થઈ ચૂક્યો છે. આ ટાવર આખા શહેરના 10 વર્ગ કિલોમીટર સુધીની હવા સ્વચ્છ રાખે છે અને એક દિવસમાં 10 મિલિયન ક્યૂબિક મીટર સ્વચ્છ હવા આપે છે.

પાવર સ્ટેશનમાં કોલસાના ઉપયોગ પર પ્રતિબંધ

પાવર સ્ટેશનમાં કોલસાના ઉપયોગ પર પ્રતિબંધ

ચીનની રાજધાની બેઈજિંગમાં હવા પ્રદૂષિત હોવા છતા છેલ્લા એક દસકામાં વસ્તી ઝડપથી વધી રહી છે. સ્થાનિકો પણ મુંઝવણમાં છે કે બેઈજિંગમાં આટલું પ્રદૂષણ હોવા છતાં લોકો અહીં કેમ આવી રહ્યા છે. જો કે પ્રદૂષણ મામલે ચીનની સરકાર જનતા જેટલી જ ચિંતિત છે. પાછલા બે વર્ષમાં ચીની સરકારે પ્રદૂષણ ડામવા અભૂતપૂર્વ પગલા લીધે છે. અને નિયમ ભંગ કરવા પર લોકોને કડક સજા પણ કરી છે. ચીને કોલસાથી ચાલતા પાવર સ્ટેશન પર પ્રતિબંધ મૂકી દીધો છે.

ઉર્જા માટે નેચરલ ગેસનો ઉપયોગ

ઉર્જા માટે નેચરલ ગેસનો ઉપયોગ

કોલસાથી ચાલતા પાવર સ્ટેશન બંધ કર્યા બાદ ચીનમાં 2016ની સરખામણીમાં પ્રદૂષણ 2017માં 54 ટકા ઘટ્યું છે. કોચલાથી ચાલતી ઈન્ડસ્ટ્રી બંધ કરીને નેચરલ ગેસનો ઉપયોગ કર્યા બાદ રાજધાની બેઈજિંગમાં પ્રદૂષણ ઘટ્યું છે. હવે ચીન ઉર્જા માટે બીજા સંસાધનો પર નિર્ભર બની રહ્યું છે. ક્યાંક ક્યાં ગેસ પહોંચાડવો મુશ્કેલ છે પરંતુ સરકાર પ્રદૂષણને પહોંચી વળવા પગલાં લઈ રહી છે.

English summary
Delhi must learn from china to tackle pollution, whose builds world's biggest air purifier tower
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X