For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હી હિંસા પર અમેરિકી સાંસદોનું નિવેદન- કહ્યું આખી દુનિયા જોઈ રહી છે

દિલ્હી હિંસા પર અમેરિકી સાંસદોનું નિવેદન- કહ્યું આખી દુનિયા જોઈ રહી છે

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ ભારતની રાજધાની દિલ્હીમાં સંશોધિત નાગરિકતા એક્ટને લઈ થઈ રહેલી હિંસા પર અમેરિકી સાંસદોએ આકરી પ્રતિક્રિયા આપી છે. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત યાત્રા સાથે જ મીડિયા આ ઘટનાઓના અહેવાલ આપી રહ્યું છે. અમેરિકી સાંસદ પ્રમિલા જયપાલે કહ્યું કે ભારતમાં ધાર્મિક અસહિષ્ણુતામાં વૃદ્ધિ ભયાનક છે. જયપાલે ટ્વીટ કર્યું, લોકતાંત્રિક દેશોને વિભાજન અને ભેદભાવ સહન ના કરવો જોઈએ અથવા એવા કાનૂનને પ્રોત્સાહન ના આપવું જોઈએ જે ધાર્મિક સ્વતંત્રતાને કમજોર કરે છે. તેમણે કહ્યું કે દુનિયા જોઈ રહી છે, ઉલ્લેખનીય ચે કે સીએએને લઈ દિલ્હીમાં થયેલી હિંસામાં 27 લોકોના જીવ ચાલ્યા ગયા અને 200થી વધુ લોકો ઘાયલ થયા છે.

સાંસદ એલન લોવેન્થાલે પણ હિંસાને નૈતિક નેતૃત્વની દુખદ નિષ્ફળતા ગણાવી. તેમણે કહ્યું કે, આપણે ભારતમાં માનવાધિકાર પર ખતરા વિશે બોલવું જોઈએ.

દુનિયા જોઈ રહી છે

દુનિયા જોઈ રહી છે

પ્રેસિડેન્ટ પદ માટે ડેમોક્રેટિક પાર્ટીના દાવેદાર અને સાંસદ એલિજાબેથ વોરેને કહ્યું, 'ભારત જેવા લોકતાંત્રિક ભાગીદારો સાથે સંબંધોને મજબૂત કરવા મહત્વના છે પરંતુ આપણે મૂલ્યો પર સચ્ચાઈથી વાત કરવી જોઈએ જેમાં ધાર્મિક સ્વતંત્રતા, અભિવ્યક્તિની સ્વતંત્રતા સામેલ છે. શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ વિરુદ્ધ હિંસા સ્વીકાર્ય નથી.'

કોંગ્રેસ સભ્ય રશીદા તાલિબે ટ્વીટ કર્યું, 'આ અઠવાડિયે ટ્રમ્પ ભારત ગયા પરંતુ હાલ તો દિલ્હીમાં અસલી સમાચાર સાંપ્રદાયિક હિંસા હોવા જોઈએ. આના પર આપણે ચૂપ ના રહી શકીએ.' મીડિયાએ પણ આ ઘટનાને સંપૂર્ણ મહત્વ આપ્યું છે.

વૉશિંગ્ટન પોસ્ટ અને ન્યૂયોર્ક ટાઈમ્સમાં પણ ઉલ્લેખ

વૉશિંગ્ટન પોસ્ટ અને ન્યૂયોર્ક ટાઈમ્સમાં પણ ઉલ્લેખ

વૉશિંગ્ટન પોસ્ટે પોતાના એક રિપોર્ટમાં કહ્યું, 'આ રમખાણો વિવાદિત નાગરિકતા કાનૂન પર મહિના સુધી ચાલેલ પ્રદર્શો બાદ ચરમ સીમા પર પહોંચેલ તણાવ દેખાડે છે. સાથે જ આ પ્રધાનમંત્રી મોદીની સરકારના સમર્થકો અને આલોચકો વચ્ચે વધી રહેલ મતભેદ પણ દેખાડે છે.'

જ્યારે ન્યૂયોર્ક ટાઈમ્સે લખ્યું, 'પ્રેસિડેન્ટ ટ્રમ્પ જ્યારે ભારતની રાજધાનીની યાત્રા પર હતા તે દરમિયાન ત્યાં સાંપ્રદાયિક રમખાણમાં ઓછામા ઓછા 11 લોકોના મોત થયાં.'

અમેરિકી આયોગે પણ ટ્વીટ કર્યું

અમેરિકી આયોગે પણ ટ્વીટ કર્યું

આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા પર અમેરિકી આયોગે ટ્વીટ કરીને કહ્યું કે નવી દિલ્હીમાં મુસલમાનોને નિશાન બનાવનાર ભયાનક ભીડ હિંસાના અહેવાલોથી ચિંતિત છે. આયોગે મોદી સરકારને ભીડ નિયંત્રિત કરવા અને ધાર્મિક અલ્પસંખ્યકોની રક્ષા કરવા અપીલ કરી છે.

દિલ્હી હિંસાને લઈ મોદી સરકાર પર ભડક્યા રજનીકાંત, બોલ્યા- સંભાળી ના શકો તો રાજીનામું આપી દોદિલ્હી હિંસાને લઈ મોદી સરકાર પર ભડક્યા રજનીકાંત, બોલ્યા- સંભાળી ના શકો તો રાજીનામું આપી દો

English summary
delhi violence: us congressmen says world is watching
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X