જરૂરી નથી કે વેક્સીનથી ઠીક થઈ જશે કોરોના વાયરસ, લાંબી લડાઈ માટે તૈયાર રહોઃ WHO
આખી દુનિયામાં કોરોના વાયરસનુ તાંડવ ચાલુ છે, આ દરમિયાન આરોગ્ય સંગઠને લોકોને ચેતવણી આપી છે.
આખી દુનિયામાં કોરોના વાયરસનુ તાંડવ ચાલુ છે, આ દરમિયાન આરોગ્ય સંગઠને લોકોને ચેતવણી આપીને કહ્યુ છે કે ભલે કોરોનાથી બચવા માટે વેક્સીન બનાવવાની હોડ વધી ગઈ છે પરંતુ કોરોના વાયરસ સામે લડવા માટે હજુ સુધી કઈ રામબાણ ઈલાજ સામે આવ્યો નથી અને અત્યારે કોઈ એવી આશા પણ નથી. વિશ્વ આરોગ્ય સંગઠનના પ્રમુખ ડૉક્ટર ટેડ્રોસ એડોનોમ ગેબ્રિએસસે કહ્યુ કે ભારત જેવા દેશોમાં ટ્રાન્સમિશન રેટ ખૂબ વધુ છે અને હજુ તેમણે ઘણી લાંબી લડાઈ માટે તૈયાર રહેવુ જોઈએ.

કોરોના વાયરસ સાથે જીવતા શીખવુ પડશે
તમને જણાવી દઈએ કે આમાં WHO પ્રમુખે કહ્યુ હતુ કે હવે દુનિયાને કોરોના વાયરસ સાથે જીવતા શીખવુ પડશે, જો યુવાગણ એ સમજી રહ્યા હોય કે તેમને વાયરસથી જોખમ નથી તો આવુ વિચારવુ એકદમ ખોટુ છે કારણકે યુવાનોનુ કોરોના સંક્રમણથી મોત થઈ શકે છે એટલુ જ નહિ પરંતુ તે ઘણા નબળા વર્ગો સુધી આને ફેલાવવાનુ કામ પણ કરી રહ્યા છે. જેનાથી સંક્રમણ ફેલાઈ રહ્યુ છે. WHOS કહ્યુ કે કદાચ હવ કોરોના ક્યારેય ખતમ નહિ થાય કારણકે કોરોના એક નવો વાયરસ છે કે જે દર વખતે અલગ રીતે વર્તી રહ્યો છો. માટે તેને રોકવા માટે કોઈ પણ પરિણામ પર હજુ નથી પહોંચી શક્યા.

સંક્રમણના કેસમાં ભારત ત્રીજા સ્થાને
આખી દુનિયા શક્તિશાળી કોરોના વાયરસ સામે જંગ લડી રહી
ઉલ્લેખનીય છે કે આખી દુનિયા શક્તિશાળી કોરોના વાયરસ સામે જંગ લડી રહી છે. વિશ્વમાં આ વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 1,82,39,249 થઈ ગઈ છે. સંક્રમણના કેસમાં અમેરિકા પહેલા સ્થાને છે, બ્રાઝિલ બીજા અને ભારત ત્રીજા સ્થાને છે. દુનિયાભરમાં કોરોનાથી રિકવર થતા લોકોની સંખ્યા પણ 1,14,50,127 કરોડ થઈ ચૂકી છે. વળી, ભારતમાં કોરોના દર્દીઓનો આંકડો 18 લાખને પાર પહોંચી ગયો છે.

બે કરોડથી વધુ સેમ્પલનો થયો ટેસ્ટ
એક દિવસમાં 52,972 નવા કોસ સામે આવ્યા છે. વળી, 771 દર્દીઓના મોત થઈ ચૂક્યા છે ત્યારબાદ દર્દીઓની સંખ્યા 18,03,696 થઈ ગઈ છે. જેમાં 5,79,357 સક્રિય કેસ, 1,186,203 રિકવર/ડિસ્ચાર્જ/વિસ્થાપિત કેસ અને 38,135 દર્દીઓના મોત શામેલ છે. ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ (ICMR)નુ કહેવુ છે કે દેશમાં કોવિડ-19ની તપાસ માટે બે કરોડથી વધુ સેમ્પલના ટેસ્ટ કરવામાં આવ્યા છે. 2 ઓગસ્ટ સુધી 2,02,02,858 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
