ઢાકામાં હિંસા દરમિયાન 7 લોકોના મોત, 80 ઘાયલ
ઢાકા, 6 મે: બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં 'અલ્લાહો અકબર'ના નારા લગાવતાં હજારો લોકોએ આજે કઠોર ઇશનિંદા કાનૂનની માંગણી કરતાં 100 દુકાનોને આગ લગાવી દિધી હતી. પોલીસ સાથે થયેલી ઝપાઝપીમાં આજે ઓછામાં ઓછા 7 લોકોના મોત નિપજ્યાં હતા જ્યારે 80 લોકો ઘાયલ થયા હતા.
નવ નિર્મિત હિફાતઝ-એ-ઇસ્લામ અથવા ઇસ્લામના સંરક્ષક' ધર્મનિરપેક્ષ આવામી લીગના નેતૃત્વવાળી સરકાર પર કડક ઇશનિંદા કાનૂન લાગૂ કરવા માટે દબાણ બનાવવા માટે 'ઢાકાનો ધેરાવો' કરવાની પોતાની યોજનાને અંજામ આપી રહ્યાં છે. તે ઇસ્લામ અથવા પૈગંબરનું અપમાન કરનારને સજા આપવા માટે ઇશનિંદા કાનૂન લાગૂ કરવા સહિત પોતાની 13 સૂત્રી માંગના સમર્થનમાં પ્રદર્શન કરી રહ્યાં છે.
પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે રાજધાનીની વચ્ચોવચ સ્થિત જુના પઠાણ વિસ્તારમાં હિંસાનું ભયાનક સ્વરૂપ જોવા મળ્યું હતું. પ્રદર્શનમાં સામેલ કાર્યકર્તાઓના હાથમાં પથ્થર, અને દેશી બોમ્બ હતા. તેમની રમખાણ-નિરોધી પોલીસ વિરૂધ હાથાપાઇ થઇ હતી. પોલીસે તેમને વેર-વિખેર કરવા માટે હજારો રબરની ગોળીઓ ચલાવવી પડી હતી.

સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર હિફાઝત-એ-ઇસ્લામ અને ઇસ્લામી વિદ્યાર્થી છાવણીના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઇ હતી જેમાં 7 લોકોના મોત નિપજ્યાં હતા અને લગભગ 80 લોકોને ઇજા પહોંચી હતી. જમાત-એ-ઇસ્લામી વિદ્યાર્થી શાખા જમાત-શિબિરના કાર્યકર્તાઓએ હિફાજત-એ-ઇસ્લામના લોકો સાથે મળીને લગભગ 100 દુકાનો વ્યાવસાયિક સંસ્થાનોને આગ લગાવી દિધી હતી, બૈતૂલ મુકર્રમ મસ્જિદ પરિસરમાં દુકાનોને લૂંટી લીધી અને ઢાકામાં 30થી વધુ સરકારી બસોમાં આગ લગાવવામાં આવી હતી.
બિયોજનગરમાં હિફાજત-એ-ઇસ્લામના કાર્યકર્તાએ એક પોલીસ પિકેટમાં આગ લગાવી દિધી હતી. ધટનામાં પોલીસ કોન્સ્ટેબલને ગંભીર રીતે દાઝી ગયો હતો. સંગઠનના કાર્યકર્તાઓએ ઝડપ દરમિયાન એક ફોટોગ્રાફરને પણ મારી નાખ્યો હતો.












Click it and Unblock the Notifications
