જાણો કોણ છે: યુરોપની પહેલી મહિલા સુસાઇડ બોમ્બર હસના
બુધવારે ફ્રાંસની રાજધાની પેરિસમાં પોલિસ અને ફ્રેંચ આર્મીની કાર્યવાહી દરમિયાન એક મહિલા સુસાઇડ બોમ્બરે પોતાને બોમ્બથી ઉડાવી દીધી. આઇએસઆઇએસની આ મહિલા આંતકીનું નામ હતું હસના એતબાઉલાચેન. જેને યુરોપની પહેલી મહિલા સુસાઇડ બોમ્બર માનવામાં આવે છે.
26 વર્ષની હસના જ્યારે પોતાની જાતને બોમ્બથી ઉડાવી દીધી ત્યારે આ દુનિયાભર ફરી એક વાર આઇએસઆઇએસની વિચારધારા યુરોપના યુવાનોમાં કંઇ હદે ફેલાઇ રહ્યો છે તેનો પરચો મળ્યો. અને કેવી રીતે આઇએસઆઇએસ યુવા પેઢીને બરબાદ કરી રહી છે તે પણ સામે આવ્યું.
ત્યારે કાઉબોય હેટ વાળી આતંકીના નામે ઓળખાતી હસનાથી જોડાયેલી કેટલીક રોચક વાતો વિષે જાણો અહીં

* બ્રિટિશ ડેલી ધ ટેલીગ્રાફનું માનીએ તો 26 વર્ષની હસના ખૂબ જ મોર્ડન વિચારો વાળી હતી.
* તે પોતાના મિત્રો સાથે પાર્ટી કરતી અને ખૂબ જ દારૂ પીતી હતી.
* કાઉબોય હેટ પહેરતી હસનાને ઇસ્લામમાં જરા પણ વિશ્વાસ નહતો.
* ટેલીગ્રાફ તેના ભાઇના હવાલે જણાવ્યું હતું કે તે ઇસ્લામના રિવાજ મુજબ ક્યારેય પણ બુર્ખો નહતી પહેરતી.
* એક મહિના પહેલા જ તેને બુરખો પહેરવાનું શરૂ કર્યું હતું. અને તેને ગતિવિધિઓ પણ ખૂબ જ સંદિગ્ધ થઇ ગઇ હતી.
*તેણે પોતાના ભાઇ યુસુફથી પાંચ વર્ષમાં ક્યારેય પણ વાત નહતી કરી.
*સોશ્યલ મીડિયા જેમ કે વોટ્સઅપ અને ફેસબુક પર તે ખૂબ જ એક્ટિવ હતી.
* અબ્દેલહમીદ અબાઉદની જેમ જ તેનો પરિવાર વર્ષ 1973માં મોરેક્કોથી આવ્યો હતો.
*તે હમીદને પોતાનો બોયફ્રેન્ડ માનતી હતી. અને આજ કારણે પોલિસે તેના અપાર્ટમેન્ટમાં દાખલ થઇ હતી.
*તેને દુનિયાની કોઇ પડી નહતી. ના જ તેને ભણવામાં કોઇ રસ હતો.
*હસનાએ શુક્રવારે હુમલા બાદ રવિવારે તેના ભાઇને કોલ કર્યો હતો.
* પણ તેના ભાઇએ બીજી વાર કોલ કરવાની સાફ ના પાડી હતી.
*બુધવારે યુસુફને હસનાની આત્મહત્યા વિષે ખબર પડી.
* હસનાનું માથું સેન્ટ ડેનિસના રસ્તા પર પોલિસને મળ્યું.












Click it and Unblock the Notifications
