
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે જોઇન્ટ સેશનને કર્યું સંબોધિત
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે જોઇન્ટ સેશનને સંબોધિત કર્યું હતું. અને પોતાની સરકારના કામનો ગણાવ્યા હતા. ટ્રંપના આ ભાષણને તાળીઓથી વધાવવામાં આવ્યું હતું. ટ્રંપના ભાષણમાં તેમણે પહેલા સ્પકીર અને ઉપ રાષ્ટ્રપતિને ધન્વાદ કહ્યું હતું. ટ્રંપે કહ્યું કે એક વર્ષ અમારી સરકારને થઇ ચૂક્યો છે. અને હું ફરી એક વાર કહીશ કે અમારા પ્રશાસને સારું કામ કર્યું છે. ટ્રંપે કહ્યું કે હવે સમય આવી ગયો છે કે આપણે યોગ્યતા આધારિત ઇમીગ્રેશન સિસ્ટમને આગળ વધારીએ. જે લોકો ક્ષમતાવાન છે અને જે અમેરિકાનું સન્માન કરે છે તેમને જગ્યા મળવી જોઇએ. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે કહ્યું કે ધાર્મિક આઝાદીની રક્ષા માટે અમે કામ કરી રહ્યા છીએ. ટ્રંપે કહ્યું કે આપણે યોગ્ય વિઝન સાથે આગળ વધી રહ્યા છીએ. ગત એક વર્ષમાં અમે અનેક બદલાવ લાવ્યા છીએ. તેવા બદલાવ જેના વિષે બીજા લોકો વિચારી પણ નથી શકતા.
વધુમાં મહિલા કર્મચારીઓના અભૂતપૂર્વક કામ માટે પણ ટ્રંપે આભાર વ્યક્ત કર્યો હતો. ટ્રંપે કહ્યું કે દેશમાં ફરી એક વાર મહાન બનવા માટે આશાવાદની એક નવી લહેર ચાલી રહી છે. કેલિફોર્નિયામાં બાળકોને બચાવવા માટે અધિકારી ડેવિડનો પણ ટ્રંપે આભાર માન્યો. ટ્રંપે દાવો કર્યો કે સત્તામાં આવ્યા પછી તે 2.4 મિલિયન જોબ્સ ઊભી કરી છે. બેરોજગાર પ્લાનની બોલતા ટ્રંપે કહ્યું કે બેરોજગારી ખૂબ જ ઓછી થઇ છે. અને તેમની સરકારે બેરોજગારી સૌથી ઓછી કરવાની ઐતિહાસિક જીત મેળવી છે. ઉલ્લેખનીય છે કે ટ્રંપે તેમના ભાષણમાં તેમની સરકારના એક વર્ષના લેખા જોખા રજૂ કર્યા હતા. અને તેમના ભાષણ દરમિયાન તાળીઓ પણ ખૂબ પડી હતી.