Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત

Donald Trump Speech Highlights: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, "અમેરિકી સૈન્ય ઈરાનમાં પોતાનું ઓપરેશન 'ખૂબ જ જલ્દી' પૂર્ણ કરશે." આ માટે તેમણે બે થી ત્રણ અઠવાડિયાનો સમય આપ્યો છે. આ સમયગાળા દરમિયાન તેમનું વહીવટીતંત્ર ઈરાની અધિકારીઓ સાથે વાતચીત ચાલુ રાખશે અને સાથે જ પોતાનું હવાઈ અભિયાન પણ ચાલુ રાખશે.

Donald Trump

વ્હાઇટ હાઉસમાં એક કાર્યક્રમ દરમિયાન, જ્યારે તેમને 28 ફેબ્રુઆરીથી યુદ્ધ શરૂ થયા પછી ઇંધણના વધતા ભાવની અસર વિશે પૂછવામાં આવ્યું ત્યારે ટ્રમ્પે કહ્યું, 'મારે બસ ઈરાન છોડવું છે, અને અમે તે ખૂબ જ જલ્દી કરીશું. અમેરિકા ટૂંક સમયમાં ઈરાનમાંથી પોતાના સૈનિકો પાછા ખેંચવાનું શરૂ કરશે. આ સંઘર્ષ પૂરો કરવા માટે કોઈ સમજૂતીની જરૂર નથી.'

રાષ્ટ્રપતિ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઈરાનમાં 'સત્તા પરિવર્તન' (રિજીમ ચેન્જ)નો લક્ષ્યાંક પૂરો થયો છે, તેથી અમેરિકા આ સંઘર્ષને લાંબો ખેંચવા માંગતું નથી. તેમણે યુદ્ધ સમાપ્ત થાય તે પહેલાં સમજૂતીની શક્યતા પણ વ્યક્ત કરી હતી. જોકે, ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ઈરાન સાથેનું યુદ્ધ ખતમ કરવા માટે હજુ સુધી કોઈ સમયમર્યાદા જણાવી નથી.

ઈરાનમાં 'સત્તા પરિવર્તન'નો લક્ષ્યાંક પૂરો થયો - Donald Trump

અમેરિકી કંપનીઓ વિરુદ્ધ ઈરાનની ધમકીઓ પર ટ્રમ્પે આકરી પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું, 'ઈરાને તેમને કઈ વાતની ધમકી આપી? શું તેમણે કહ્યું કે તેઓ તેમને ઉડાવી દેશે? શું તેઓ તેમના પર હુમલો કરશે? તેઓ એવું નહીં કરે. તેઓ તેમના પર પરમાણુ હથિયારથી હુમલો નહીં કરે. તેમાંથી મોટાભાગના લોકો (ઈરાની નેતૃત્વ) પહેલેથી જ મૃત્યુ પામ્યા છે.'

નેતન્યાહુએ હજુ સુધી યુદ્ધ વિરામ અંગે કંઈ કહ્યું નથી

નોંધનીય છે કે ભલે ટ્રમ્પે યુદ્ધ જલ્દી ખતમ કરવાની જાહેરાત કરી હોય, પરંતુ ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુએ હજુ સુધી જંગ પૂરો કરવાની વાત કરી નથી. ઉલ્લેખનીય છે કે અમેરિકા અને ઈઝરાયલે સંયુક્ત રીતે 28 ફેબ્રુઆરીએ ઈરાન પર હુમલો કર્યો હતો, જેમાં ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનીનું મોત નીપજ્યું હતું.

ખામેનીની પુત્રી, જમાઈ અને પૌત્રી સહિત અનેકના મોત

આ હુમલામાં ખામેનીની પુત્રી, જમાઈ, પુત્રવધૂ, પૌત્રી સહિત અનેક વરિષ્ઠ ઈરાની અધિકારીઓએ પણ જીવ ગુમાવ્યા છે. ખામેનીના અવસાન બાદ તેમના પુત્ર મોજતબા ખામેનીને નવા સર્વોચ્ચ નેતા બનાવવામાં આવ્યા હતા. જોકે, મોજતબા હુમલામાં ઘાયલ થયા હોવાના અહેવાલ હતા, પરંતુ તેઓ અત્યારે ક્યાં છે તેની પુષ્ટિ થઈ શકી નથી.

નેતન્યાહુએ શું કહ્યું?

અમેરિકી ટીવી ચેનલ ન્યૂઝમેક્સ સાથે વાત કરતા વડાપ્રધાન નેતન્યાહુએ સ્પષ્ટ કર્યું કે 'તેઓ ઈરાન સાથે યુદ્ધ ખતમ કરવાની કોઈ તારીખ જાહેર કરવા માંગતા નથી.' તેમણે ઉમેર્યું કે, 'ઈરાન સાથે યુદ્ધ ક્યારે ખતમ થશે તેની કોઈ તારીખ આપવા હું નથી માંગતો. ચોક્કસપણે જંગ અડધાથી વધુ પૂરો થઈ ચૂક્યો છે અને ઈરાનનું ઈસ્લામિક રિપબ્લિક આખરે અંદરથી જ તૂટી ગયું છે.'

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X