ટ્રમ્પ કિમ મીટિંગઃ અમેરિકાના કોઈ રાષ્ટ્રપતિ ન કરી શક્યા તે ટ્રમ્પે કર્યુ

સિંગાપુરના સેંટોસી દ્વીપ પર મંગળવારે દુનિયાએ એક નવો ઈતિહાસ બનતા જોયો છે. અહીં પહેલી વાર કોઈ અમેરિકી રાષ્ટ્રપતિએ ઉત્તર કોરિયાના કોઈ નેતા સાથે મુલાકાત કરી છે.

સિંગાપુરના સેંટોસી દ્વીપ પર મંગળવારે દુનિયાએ એક નવો ઈતિહાસ બનતા જોયો છે. અહીં પહેલી વાર કોઈ અમેરિકી રાષ્ટ્રપતિએ ઉત્તર કોરિયાના કોઈ નેતા સાથે મુલાકાત કરી છે. આ મુલાકાત સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પ પણ રેકોર્ડ બુકમાં શામેલ થઈ ગયા છે. ટ્રમ્પ અમેરિકાના ઈતિહાસમાં પહેલા એવા રાષ્ટ્રપતિ બની ગયા છે જેમણે ઉત્તર કોરિયાના કોઈ નેતા સાથે મુલાકાત કરી છે. હજુ સુધી કોઈ પણ અમેરિકી રાષ્ટ્રપતિએ આ કારનામુ કર્યુ નહોતુ. રસપ્રદ વાત એ છે કે ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન બંને એવા નેતા છે જેમના ટીકાકારો વધુ છે.

trump kim

જોંગ સાથે 'ગ્રેટ રિલેશનશીપ'

સમિટની શરૂઆત આજે નક્કી કરેલા સમય મુજબ થઈ. આ સમિટ શરૂ થતા પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે સંભાવના દર્શાવી કે કિં જોંગ સાથે તેમની એક 'ગ્રેટ રિલેશનશીપ' હશે. જ્યારે કિમે ક્હયુ બંને નેતાઓ બધી બાધાઓ પાર કરીને અહીં સુધી પહોંચ્યા છે. પહેલી મુલાકાત લગભગ 48 મિનિટ સુધી ચાલી અને આ મુલાકાતમાં માત્ર ટ્રાન્સલેટર્સ જ હાજર રહતા. જ્યારે આ વન-ઑન-વન મીટિંગ બાદ બંને નેતાઓ વચ્ચે બીજી એક મુલાકાત શરૂ થઈ. આ બીજી મીટિંગમાં અમેરિકી વિદેશ મંત્રી માઈક પૉપેયો સહિત તમામ સીનિયર ઓફિસર્સ હાજર હતા. કિમ જોંગ સાથે પણ ઘણા ઓફિસર્સ હાજર રહ્યા. વન-ઑન-વન મુલાકાત ખતમ થયા બાદ બંને નેતા બાલ્કનીમાં સાથે ટહેલતા જોવા મળ્યા.

બિલ ક્લિંટને પણ કરી હતી કોશિશ

કિમ જોંગ સાથે મુલાકાત બાદ ટ્રમ્પે કહ્યુ કે મીટિંગ બહુ બહુ જ સારી રહી અને બંને વચ્ચે ખૂબ સારી રિલેશનશીપ છે. ડોનાલ્ડ ટ્રમ્પ પહેલા પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ બિલ ક્લિંટને ઉત્તર કોરિયા સાથે સંબંધો સારા કરવાની કોશિશ કરી હતી. તેમણે 24 ઓક્ટોબર 2000 ના રોજ પોતાના વિદેશ મંત્રી મેડલીન અલબ્રાઈટને ઉત્તર કોરિયા મોકલ્યા હતા. પરંતુ બધી કોશિશ અસફળ થઈ હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X