મોદીને કારણે ટ્રંપ હતા ગભરાયેલા? ટ્રંપે હિન્દી પણ શીખી!

Posted By:
Subscribe to Oneindia News

જર્મન ચાન્સલર એન્જેલા મર્કેલ દ્વારા હાથ લાંબા કરવા છતાં હેન્ડશેક ન કરનાર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ જ્યારે 26 જૂનના રોજ વ્હાઇટ હાઉસના ગેટ પર ભારતીય પીએમ નરેન્દ્ર મોદીને મળ્યા ત્યારે તેમની બોડીલેન્ગવેજ શું કહેતી હતી તે અંગે જાણકારોએ રસપ્રદ માહિતી આપી છે. સાથે જ તે પણ જાણવા મળ્યું છે કે પીએમ મોદીના સ્વાગત માટે કરીને ટ્રંપે હિન્દીમાં એક વાક્ય બોલતા પણ શીખ્યું છે. આ બધુ જાણીને પાકિસ્તાનના પેટમાં આગ તો જરૂરથી લાગી હશે પણ જાણો પીએમ મોદીને મળતી વખતે ટ્રંપના હાવભાવના આધારે તે સમયે તેમના મનની સ્થિતિ અંગે જાણકારો શું અનુમાન લગાવી જણાવી રહ્યા છે તે...

વ્હાઇટ હાઉસ પર મુલાકાત

વ્હાઇટ હાઉસ પર મુલાકાત

સૌથી પહેલા વ્હાઇટ હાઉસના ગેટ પર પીએમ મોદી માટે જ્યારે ટ્રંપ રાહ જોઇ રહ્યા હતા ત્યારે તેમના હાવભાવ જોઇને લાગી રહ્યું હતું કે તે આતુરતાથી પીએમ મોદીને મળવાની રાહ જોતા હોય. તેમની બોડી લેંગ્વેજ જોઇને લાગતું હતું કે તે આ વાત સુનિશ્ચિત કરવા માંગતા હોય કે તૈયારીમાં કોઇ કસર ના છોડવામાં આવે. પીએમ મોદી કારમાંથી જેવા આવ્યા ટ્રંપે એકદમ સાવધાન થઇને તેમનું સ્વાગત કર્યું. હેન્ડશેક પછી ટ્રંપને મોદીએ કંઇક કહ્યું તે પર ટ્રંપ થોડું હસ્યા અને પછી તે ત્રણેય જણા અંદર જતા રહ્યા.

વ્હાઇટ હાઉસ ગેલરીને

વ્હાઇટ હાઉસ ગેલરીને

વ્હાઇટ હાઉસની ગેલરીને જે તસવીરો આવી છે તેમાં મોદી ખૂબ જ સામાન્ય દેખાય છે અને તે મેલાનિયા જોડે વાતો કરી રહ્યા છે જ્યારે ટ્રંપ થોડા પાછળ ચાલી રહ્યા છે. વ્હાઇટ હાઉસની ગેલરીમાં ટ્રંપ સામાન્ય ફિલ નથી કરી રહ્યા તેવો ભાસ થઇ રહ્યો છે. ગેસ્ટરૂમમાં પણ જ્યારે બન્ને નેતા ખુરશી પર બેઠેલા છે ત્યારે પણ ટ્રંપ સતર્ક અને મગજમાં જે વિચારો ચાલી રહ્યા છે તેની સાથે બહારથી સ્વાભાવિક હોવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમ લાગતું હતું.

મોદી માટે હિન્દી શીખ્યા ટ્રંપ

મોદી માટે હિન્દી શીખ્યા ટ્રંપ

એટલું જ નહીં પીએમ મોદી માટે ટ્રંપ હિન્દી બોલતા પણ શીખ્યું હતું. આ વાતની સ્પષ્ટતા શિકાગોના ભારતીયમૂળના વેપારી શલભ કુમારે આપી હતી. તેમણે કહ્યું હતું કે મોદીની મુલાકાત દરમિયાન ટ્રંપ સરકાર મોદી સરકારનું સ્વાગત કરે છે તેવું હિન્દીમાં બોલશે.

ટ્રંપ કોનાથી શીખ્યા હિન્દી?

ટ્રંપ કોનાથી શીખ્યા હિન્દી?

ઉલ્લેખનીય છે કે આ શલભ કુમાર તે જ વ્યક્તિ છે જે રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન ટ્રંપને અમેરિકામાં રહેતા હિન્દુ કમ્યુનિટીની નજીક લાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ચૂંટણી દરમિયાન પણ ટ્રંપ હિન્દીમાં અબકી બાર ટ્રંપ સરકાર બોલતા હોય તેવો એક વીડિયો વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો હતો.

English summary
What Donald trump body language says about him when he meets PM Modi. Read here in details.
Please Wait while comments are loading...