Donald Trump firing : ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલા બાદ દિકરી ઈવાંકાની પોસ્ટ વાયરલ, જાણો શું કહ્યું?

Donald Trump firing : અમેરિકી પુર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ફાયરિંગમાં આબાદ બચાવ થયો છે. આ હુમલા બાદ ટ્રમ્પની દિકરી ઈવાંકાની પોસ્ટ વાયરલ થઈ રહી છે.

પેન્સિલવેનિયામાં થયેલા આ ગોળીબારમાં ડોનાલ્ડ ટ્રમ્પ ઘાયલ થયા હતા. ગોળી તેના જમણા કાનના ઉપરના ભાગને સ્પર્શીને નીકળી ગઈ. આ ઘટના અંગે ટ્રમ્પની પ્રતિક્રિયા બાદ હવે પુત્રીનું નિવેદન સામે આવ્યું છે.

Donald Trump firing

જણાવી દઈએ કે, આ દુર્ઘટનામાં ટ્રમ્પ બહુ બચી ગયા પરંતુ આ ઘટનાએ અમેરિકન રાષ્ટ્રપતિની સુરક્ષા પર ઘણા સવાલો ઉભા કર્યા છે. હવે આ મુદ્દે પુત્રી ઇવાંકાની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેણે કહ્યું છે કે, આજે બટલ પેન્સિલવેનિયામાં થયેલી બિનજરૂરી હિંસામાં મારા પિતા અને અન્ય પીડિતો માટે તમારા પ્રેમ અને પ્રાર્થના માટે આભાર.

ઈવાંકાએ કહ્યું કે, હું ગુપ્ત સેવા અને અન્ય તમામ કાયદા અમલીકરણ અધિકારીઓનો આજે તેમના તાત્કાલિક અને નિર્ણાયક પગલાં માટે આભારી છું. હું મારા દેશ માટે પ્રાર્થના કરવાનું ચાલુ રાખું છું. પપ્પા આઈ લવ યુ. આજે અને હંમેશા.

જણાવી દઈએ કે, આ પહેલા ટ્રમ્પે તેના પર થયેલા જીવલેણ હુમલા વિશે કહ્યું હતું કે હું પેન્સિલવેનિયાના બટલરમાં ગોળીબારની ઘટના પર ઝડપી પ્રતિક્રિયા આપવા માટે યુનાઇટેડ સ્ટેટ્સ સિક્રેટ સર્વિસ અને તમામ કાયદા અમલીકરણ એજન્સીઓનો આભાર માનું છું.

ટ્રમ્પે વધુમાં કહ્યું કે, સૌથી મહત્ત્વની વાત એ છે કે હું રેલીમાં માર્યા ગયેલા લોકોના પરિવારો તેમજ ગંભીર રીતે ઘાયલ થયેલા અન્ય વ્યક્તિના પરિવાર પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરવા માંગુ છું.

જણાવી દઈએ કે આ ઘટનાથી સમગ્ર વિશ્વમાં ભયનો માહોલ છે. અમેરિકન રાષ્ટ્રપતિની સુરક્ષા વ્યવસ્થા પર લોકો અનેક સવાલો ઉઠાવી રહ્યા છે. આ ઘટના આશ્ચર્યજનક છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X