For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

US Presidential Election: ચૂંટણીના એક અઠવાડિયા પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પની કેમ્પેન વેબસાઈટ હેક

US Presidential Election: ચૂંટણીના એક અઠવાડિયા પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પની કેમ્પેન વેબસાઈટ હેક

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ મંગળવારે અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની કેમ્પેન વેબસાઈટ હેક થઈ ગઈ છે, આ વેબસાઈટ ક્રિપ્ટોકરન્સી સ્કેમર્સે હેક કરી લીધી છે. આ વેબસાઈટ પર 30 મિનિટ સુધી હેકર્સનો કબ્જો રહ્યો. વેબસાઈટ હેક થઈ હોવાનું સૌથી પહેલાં ટ્વિટર યૂઝર ગૈબ્રિએલ લોરેંન્જો ગ્રેશસ્કેલરે આ વાત નોટિસ કરી. તેમણે ટ્રમ્પની હેક્ડ વેબસાઈટનો સ્ક્રીન શૉટ લઈ પોસ્ટ કર્યો હતો. ત્રણ નવેમ્બરે અમેરિકામા ચૂંટણી છે. ફાઈનલ વોટિંગની પહેલાં ચાલી રહેલ અર્લી વોટિંગમાં ટ્રમ્પ અને ડેમોક્રેટ જો બિડેન વચ્ચે આકરી ટક્કર જોઈ શકાય છે.

donald trump

હેકર્સે શું લખ્યું હતું

ગ્રૈબ્રિએલે પોતાના ટ્વીટમાં લખ્યું કે તેઓ ક્લાઈમેટ ચેન્જ પર ર્ટિકલ તલાશી રહ્યા હતા જ્યારે ટ્રમ્પની હેક્ડ વેબસાઈટ પર તેમની નજર પડી. વેબસાઈટ ડોનાલ્ડ જે ટ્રમ્પ ડૉટ કૉમ પર જે પોસ્ટ કરવામા આવી હતી તેમા લખ્યું હતું કે, 'દુનિયા હવે ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી ફેલાવવામાં આવી રહેલ ફેક ન્યૂજથી ત્રસ્ત થઈ ચૂકી છે. હવે સમય આવી ગયો છે જ્યારે દુનિયાને સત્યથી રૂબરૂ કરાવવામાં આવે.' વેબસાઈટ મુજબ ડોનાલ્ડ ટ્રમ્પે 2020ની રાષ્ટ્રપતિ ચૂંટણી ના જીતવી જોઈએ તેના પર્યાપ્ત સબુત છે. અમેરિકી નાગરિકો પાસે બીજો એકેય વિકલ્પ નથી બચ્યો. વેબસાઈટ જલદી જ ઑફલાઈન થઈ ગઈ અને તે બાદ હેકર્સનો મેસેજ ડિલિટ કરી વેબસાઈટ રિસ્ટોર કરી લેવામાં આવી.

US Election 2020: બિડેન બોલ્યા- ચૂંટણી જીત્યો તો ફ્રીમાં કોરોના વેક્સીન આપીશUS Election 2020: બિડેન બોલ્યા- ચૂંટણી જીત્યો તો ફ્રીમાં કોરોના વેક્સીન આપીશ

એજન્સીઓએ તપાસ શરૂ કરી

આ હેકિંગ પર કેમ્પેનના પ્રવક્તા ટિમ મર્ટાવે કહ્યું કે વેબસાઈટ હેક થયા બાદ હવે એજન્સીઓ સાથે હાથ મિલાવી કામ કરવામાં આવી રહ્યું છે અને મામલાની તપાસ ચાલુ છે. હેક પાછળ કોણ જવાબદાર છે તેનો પતો લગાવવામાં આવી રહ્યો છે. તેમણે એ વાતનો પણ ભરોસો અપાવ્યો કે કોઈપણ પ્રકારના સંવેદનશીલ ડેટા પર કોઈ સમસ્યા નથી આવી શકી અને આવા પ્રકારનો એકેય ડેટા વેબસાઈટ પર સેવ પણ નહોતો.

English summary
donald trump's campaign website hacked, hacker left message on it
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X