ડોનાલ્ડ ટ્રંપના જમાઇરાજા 8 વર્ષ સુધી મહિલા બનીને રહ્યા?

Written By:
Subscribe to Oneindia News

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના જમાઇ જેરાડ કુશ્નર હાલ ખૂબ ચર્ચામાં છે. તેઓ વ્હાઇટ હાઉસના વરિષ્ઠ સલાહકાર છે અને ટ્રંપની પુત્રી ઇવાંકા ટ્રંપના પતિ છે. હાલમાં જ કુશ્નર અંગે એક મોટો ખુલાસો થતાં આંતરરાષ્ટ્રીય મીડિયામાં દરેક જગ્યાએ તેમનું નામ જોવા મળી રહ્યું છે. પરંતુ જે કારણે કુશ્નરનું નામ ચર્ચાઇ રહ્યું છે, તે કદાચ કુશ્નરની પત્ની અને સસરાને પસંદ નહીં પડે. મીડિયાના અહેવાલો અનુસાર, જેરાડ કુશ્નરની ઓળખાણ 8 વર્ષ સુધી એક મહિલા તરીકેની હતી.

થઇ હતી મોટી ભૂલ

થઇ હતી મોટી ભૂલ

ડેમોક્રેટિક ઓપોઝિશન રિસર્ચ સમૂહ અમેરિકન બ્રિઝ દ્વારા આ ખુલાસો કરવામાં આવ્યો છે. આની પાછળનું કારણ કુશ્નરે વર્ષ 2009માં ભરેલ મતદાતાનું ફોર્મ છે. આ ફોર્મ ભરતી વખતે કુશ્નરથી મોટી ભૂલ થઇ હોવાનું કહેવાય છે, આ ફોર્મમાં તેમણે પુરૂષની જગ્યાએ મહિલાના ખાનામાં ટિક કરી દીધી હતી. આ કારણે છેલ્લા 8 વર્ષથી મતદાતાઓની સૂચિમાં તેમનું નામ એક મહિલા તરીકે નોંધાયેલું હતું.

ભૂલને કારણે થયો મોટો ગોટાળો

ભૂલને કારણે થયો મોટો ગોટાળો

કુશ્નરની આ ભૂલને કારણે તેમનું નામ મહિલા તરીકે નોંધાઇ ગયું હતું, જેના પડઘા હવે પડી રહ્યાં છે. 8 વર્ષ સુધી ના તો કોઇના ધ્યાનમાં આવી અને ધ્યાનમાં આવી હોય તો પણ ભૂલ સુધારવાની તસદી લેવામાં ન આવી. આ કારણે કુશ્નર હવે નિશાના પર આવી ગયાં છે. રિસર્ચ સમૂહના પ્રવક્તા બ્રાડ બેનુમે કહ્યું કે, કુશ્નર એક સરળ ફોર્મ પણ બરાબર ભરી ન શક્યા, તો કોઇ કઇ રીતે વિચારી શકે કે એ વ્યક્તિ મધ્ય-પૂર્વમાં શાંતિ સ્થાપી શકશે.

કુશ્નરે કર્યો બચાવ

કુશ્નરે કર્યો બચાવ

બ્રાડ બેનુમે રાષ્ટ્રપતિ પર સવાલ કરતાં આગળ કહ્યું કે, આ ભૂલ બાદ વેસ્ટ વિંગની જવાબદારી રાષ્ટ્રપતિના જમાઇ સિવાય અન્ય કોઇને સોંપવામાં આવે. તો બીજી બાજુ કુશ્નરે પોતાની આ ભૂલનો ખૂબ નબળો બચાવ કર્યો છે. કુશ્નરે પોતાના બચાવમાં કહ્યું કે, સહયોગીયો સાથેના સંવાદમાં ગેરસમજણને કારણે આમ થયું છે.

ચૂંટણી બોર્ડે પણ કર્યો કુશ્નરનો બચાવ

ચૂંટણી બોર્ડે પણ કર્યો કુશ્નરનો બચાવ

વધુ આશ્ચર્યચકિત કરનારી વાત તો એ છે કે, વર્ષ 2009 પહેલાના રેકોર્ડમાં કુશ્નરના નામ આગળ જાતિના ખાનામાં પુરૂષ કે મહિલા નહીં, પરંતુ અજ્ઞાત લખેલ જોવા મળે છે. આ વિવાદ વધતાં આખરે ચૂંટણી બોર્ડ તરફથી નિવેદન આપવામાં આવ્યું છે અને તેમણે રાષ્ટ્રપતિના જમાઇનો પક્ષ લીધો છે. ચૂંટણી બોર્ડ તરફથી કહેવામાં આવ્યું કે, જેરાડે મહિલાના ખાનામાં ટિક નથી કર્યું, પરંતુ ડેટાબેઝ એરરને કારણે આમ થયું છે.

English summary
US President Donald Trump's son-in-law Jared Kushner registered to vote as a woman.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.