For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફરી ચીન પર ભડક્યા ડોનાલ્ડ ટ્રમ્પ, બોલ્યા- એક દેશના કારણે 184 દેશ નરકમાં

ફરી ચીન પર ભડક્યા ડોનાલ્ડ ટ્રમ્પ, બોલ્યા- એક દેશના કારણે 184 દેશ નરકમાં

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચીન પર ભડકી ઉઠ્યા છે. તેમણે ફરી એકવાર કહ્યું કે ચીને કોરોના વાયરસને શરૂઆતમાં જ રોકવાની એકેય કોશિશ કરી નથી અને તેના કારણે આજે દુનિયાના 185 દેશ નરકમાં છે. ટ્રમ્પનું નિવેદન એવા સમયે આવ્યું જ્યારે કેટલાય અમેરિકી સાંસદોએ ચીન પર ખનિજો અને મેન્યુફેક્ચરિંગ સાથે જોડાયેલ નિર્ભરતા ઘટાડવાની માંગ કરી. અમેરિકામાં એક મિલિયન એટલે કે 10 લાખ લોકો કોરોનાથી સંક્રમિત છે અને 58955 લોકોના મોત થઈ ચૂક્યાં છે.

donald trump

ચીનને કેટલીયવાર દોષી ઠેરવ્યું

ટ્રમ્પે પાછલા કેટલાય દિવસોથી ચીનને મહામારી માટે સાર્વજનિક રીતે દોષી ઠેરવતું આવ્યું ચે. અમેરિકી પ્રેસિડેન્ટે વાયરસને એક અદ્રશ્ય દુશ્મન ગણાવ્યો અને સાથે જ તેની વિરુદ્ધ એક તપાસ શરૂ કરી દીધી. ટ્રમ્પે સોમવારે ચેતવણી આપતા એમ પણ કહ્યું હતું કે કોરોના વાયરસના કારણે થયેલ નુકસાનનું વળતર ચીન પાસેથી જ વસુલવામાં આવશે. ટ્રમ્પે કહ્યું કે રકમ જર્મનીથી ક્યાંય વધુ હશે. જર્મનીએ ચીન પાસેથી 140 બિલિયન ડોલરનું વળતર માંગ્યું છે. મંગળવારે વ્હાઈટ હાઉસમાં ટ્રમ્પે મીડિયાને જાણકારી આપી. આ દરમિયાન તેમણે કહ્યું કે 184 દેશોમાં આ વાયરસ હેલો છે અને જેવું કે હું હંમેશા કહું છું. આના પર વિશ્વાસ કરવો બહુ મુશ્કેલ છે. આ એકદમ સમજથી બહાર છે. તેમણે આગળ કહ્યું કે, જ્યાંથી આ વાયરસ નીકળ્યો ત્યાં જ તેને રોકવો જોઈતો હતો જે ચીન હતો પરંતુ એવું ના થયું. અને હવે 184 દેશોએ નરક ભોગવવું પડી રહ્યું છે.

સાંસદોની માંગ- ચીન પાસેથી વળતર વસૂલવામાં આવે

અમેરિકા ઉપરાંત યૂનાઈટેડ કિંગડમ, ફ્રાંસ અને જર્મનીએ પણ ચીનને દોષી ઠેરવ્યું છે. આ દેશોનું કહેવું છે કે મોટા પાયે થયેલ મોત અને વૈશ્વિક સ્તરે અર્થવ્યવસ્થાને થયેલ નુકસાનને રોકી શકાતું હતું. આ દેશો મુજબ જો શરૂઆતમાં જ ચીને માહિતી શેર કરી હોત તો આજે હાલાત આવા ના હોત. કોરોના વાયરસનો પહેલો કેસ નવેમ્બર 2019ના મધ્યમાં હુબેઈ પ્રાંતના વુહાનમાં સામે આવ્યો હતો. અત્યાર સુધી દુનિયામાં બે લાખથી વધુ લોકોના જીવ ચાલ્યા ગયા છે અને સૌથી વધુ નુકસાન અમેરિકાને થયું છે. કેટલાક અમેરિકી સાંસદો તરફતી માંગ કરવામાં આવી રહી છે કે ટ્રમ્પ પ્રશાસન ચીનથી વળતર વસૂલવામાં આવે, સાંસદો તરફથી ટ્રમ્પ પર સતત દબાણ વધી રહ્યું છે.

પાછલા 24 કલાકમાં અમેરિકામાં કોરોનાથી 2200 લોકોના મોત, સંક્રમિતોની સંખ્યા 10 લાખપાછલા 24 કલાકમાં અમેરિકામાં કોરોનાથી 2200 લોકોના મોત, સંક્રમિતોની સંખ્યા 10 લાખ

English summary
Donald Trump says 184 nations ‘going through hell’ because Coronavirus wasn’t stopped at source.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X