
ડોનાલ્ડ ટ્રમ્પ બોલ્યાઃ મુશ્કેલ સમયમાં દોસ્તની જરૂરત હોય છે, થેંક્યૂ india અને પીએમ મોદી
વૉશિંગ્ટનઃ અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે એક ટ્વીટ કરી પીએમ મોદી અને તમામ ભારતીયોના ભારે વખાણ કર્યાં છે. તેમણે આ પ્રતિક્રિયા ભારત તરફથી મલેરિયાની દવા હાઈડ્રોક્સીક્લોરોક્વીન પર લાગેલ પ્રતિબંધ હટાવાયા બાદ દીધી છે. ટ્રમ્પે કહ્યું હતું કે આ દવા કોવિડ-19 વિરુદ્ધ ચાલુ જંગમાં એક ગેમ ચેંજર સાબિત થઈ શકે છે. અગાઉ પણ ટ્રમ્પે ફોક્સ ન્યૂઝને આપેલ ઈન્ટર્વ્યૂમાં પણ મોદીના પેટ ભરીને વખાણ કર્યાં હતાં.
તમને ક્યારેય નહિ ભૂલીએ
પ્રેસિડેન્ટ ટ્રમ્પે ટ્વીટ કરીને લખ્યું કે, અસાધારણ સમયમાં દોસ્તો વચ્ચે અને નજીકના લોકોનો સહયોગ જરૂરી હોય છે. એચસીક્યૂ પર ફેસલો લેવા માટે થેંક્યૂ ઈન્ડિયા અને ભારતના લોકો. તમને ક્યારેય નહિ ભૂલીએ. આ ટ્વીટમાં તેમણે આગળ લખ્યું, થેંક્યૂ પીએમ મોદી, તમારા મજબૂત નેતૃત્વએ ભારતની જ નહિ બલકે માનવતાની પણ મદદ કરી છે. ઉલ્લેખનીય છે કે ટ્ર્મ્પે સોમવારે વાઈટ હાઉસમાં મીડિયાને સંબોધિત કરતા કહ્યું હતું કે જો ભારત બેન નથી હટાવું તો તેનો બદલો લેવામાં આવશે.
ટ્રમ્પે જે ટ્વીટ કર્યું તેવા પ્રકારની લાગણી તેમણે ફોક્સ ન્યૂઝને આપેલ ઈન્ટર્વ્યૂમાં પણ પ્રદર્શિત કરી હતી. આ ઈન્ટર્વ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ હાઈડ્રોક્સીક્લોરોક્વીનની 29 મિલિયનથી વધુ ટેબલેટ ખરીદશે. તેમણે જાણકારી આપી હતી કે શનિવારે જ્યારે તેમણે પીએણ મોદી સાથે વાત કરી હતી તો ટેબલેટ ખરીદવા ઉપરાંત કોવિડ-19ની લડાઈમાં જેવી રીતે ભારત આગળ વધી રહ્યું છે, તેના પણ વખાણ કર્યાં હતાં.
અમેરિકામાં સતત બીજા દિવસે પણ 2000 લોકોનાં મોત