ડોનાલ્ડ ટ્રંપે કહ્યું મૂર્ખા સમજ્યા છે? પાક.નો જવાબ હંમેશા અપમાન જ મળ્યું છે

Posted By:
Subscribe to Oneindia News

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે નવા વર્ષની શરૂઆત પાકિસ્તાનને લડવાથી કરી છે. નવા વર્ષમાં એક ટ્વિટ કરીને ડોનાલ્ડ ટ્રંપે સૌથી પહેલા પાકિસ્તાન બરાબરનું સંભળાવ્યું છે. ટ્વિટ કરી ટ્રંપે કહ્યું છે કે અમેરિકાએ મૂર્ખાની જેમ પાકિસ્તાનને ગત 15 વર્ષોમાં 33 મિલિયન ડોલરથી પણ વધુની સહાયતા કરી છે. તેણે અમારા નેતાઓને મૂર્ખા સમજ્યા છે અને જુઠ્ઠાણા અને દગાબાજી સિવાય તેણે કંઇ જ નથી કર્યું. તે આતંકીઓનું સુરક્ષિત છુપાવાની જગ્યા બની ગયું છે. પણ હવે નહીં. નોંધનીય છે કે ગત વર્ષના અંતિમ સપ્તાહમાં વ્હાઇટ હાઉસે પાકિસ્તાનને આતંકવાદ વિરુદ્ધ લડવા માટે 255 મિલિયન ડોલરની આર્થિક મદદ નહીં કરવાની વાત કરી હતી. જો કે અમેરિકાએ પાકિસ્તાનને જમીની સ્તરે આતંકીઓને ખતમ કરવા આર્થિક સહાયની વાત કરી હતી. પણ હવે ટ્રંપે ટ્વિટ કરીને તે વાત સ્પષ્ટ કરી દીધું છે કે હવે અમેરિકા પાકિસ્તાનને કોઇ આર્થિક મદદ નહીં કરે.

trump

જો કે આ સમાચાર ભારત માટે એક રીતે સારા છે. ત્યાં જ પાકિસ્તાનના વિદેશ મંત્રી ખ્વાઝા આસિફે કહ્યું કે ઇંશાઅલ્લાહ અમે તથ્યો અને કલ્પનાઓ વચ્ચેનું આ અંતર દુનિયાને જરૂર બતાવીશું. અને તે પછી પાકિસ્તાને આ મામલે અમેરિકાને સણસણતો જવાબ પણ આપ્યો છે. પાકિસ્તાનના રક્ષા મંત્રીએ કહ્યું છે કે આતંકવાદ વિરુદ્ધ લડવા માટે અમે અમેરિકાએ હંમેશા મદદ કરી છે. પણ તેણે હંમેશા અમારો તિરસ્કાર અને અપમાન જ કર્યું છે. અમે અમેરિકાને જમીન અને હવાઇ રસ્તા પર સંચારની સુવિધા આપી. ગુપ્ત રીતે મદદ પણ કરી પણ તેના બદલામાં અમેરિકાએ અમને ગાળો અને અવિશ્વાસ જ આપ્યો છે. અને અમને હંમેશા ખોટી રીતે જ રજૂ કર્યા છે. તેમણે અમેરિકાના રાજદૂતને સમન જાહેર કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી છે.

નોંધનીય છે કે પાકિસ્તાનને આર્થિક મદદ કરવા માટે અમેરિકાએ હવે ના પાડી દીધી છે. ગત વર્ષે જ અમેરિકાએ તેની નવી વિદેશ નીતિ હેઠળ પાકિસ્તાનને આતંકવાદ મામલે પોતાનો પક્ષ સ્પષ્ટ કરવાની વાત કરી હતી. ટ્રંપ હવે પાકિસ્તાનને કંઇ પણ આપવાની ના પાડી છે. અને તેની પર જે રીતે એક પછી એક નિવેદનો આવી રહ્યા છે તે જોતા આવનારા સમયમાં તનાવ વધશે તે વાત તો સ્પષ્ટ છે.

English summary
Donald Trump slammed Pakistan, In an unusual gesture, Pakistan has responded hard to the US President Donald Trumps tweet, wherein he accused Pakistan of lies and deceit.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.