For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત-ચીન સીમા વિવાદ પર બોલ્યા ટ્રમ્પ, બંને દેશ વિવાદ ઉકેલવા સક્ષમ

ભારત-ચીન સીમા વિવાદ પર બોલ્યા ટ્રમ્પ, બંને દેશ વિવાદ ઉકેલવા સક્ષમ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદને લઈ ચાલી રહેલા તણાવને લઈ મધ્યસ્થતાની વાત કરી છે. અમેરિકી પ્રેસિડેન્ટે કહ્યું કે જો હું બને દેશ વચ્ચે સીમા વિવાદને ઉકેલવામાં કંઈ મદદ કરી શકું તો મને તેની ખુશી થશે. તેમણે કહ્યું કે બંને દેશ વચ્ચે લાંબા સમયથી તણાવની સ્થિતિ બનેલી છે. જો તેઓ આ વિવાદ ખતમ કરવા કંઈ કરી શકે છે તો તેની તેમને ખુશી થશે.

donald trump

વ્હાઈટ હાઉસમાં થયેલ એક પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ભારત અને ચીન પોતાનો સીમા વિવાદ ઉકેલવામાં સક્ષમ છે. તેમણે કહ્યું કે હું ચીનને જાણું છું. જે કારણે જ સમસ્યા ઉકેલવામાં કઠણાઈ થઈ રહી છે અને હું ઉમ્મીદ કરું છું કે તે જલદી જ આનાથી બહાર નીકળી શકશે. પ્રેસિડેન્ટે કહ્યું કે જો હું આ તણાવને ઘટાડવામાં કોઈ મદદ કરી શકું છું તો મને ખુશી થશે.

જણાવી દઈએ કે અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું જ્યારે હાલમાં જ ભારત અને ચીન વચ્ચે કોડ કમાંડર લેવલની છઠ્ઠા તબક્કાની વાતચીત થઈ. બંને દેશો વચ્ચે LAC પર ચાલી રહેલ તણાવ ઘટાડવા માટે કમાંડર સ્તરની લાંબી બેઠક થઈ. જે બાદ બંને દેશો વચ્ચે સહમતિ બની ગઈ ચે અને તેઓ સીમા પર વધુ સૈનિકો તહેનાત નહિ કરે. જણાવી દઈએ કે આ કોઈ પહેલો અવસર નથી જ્યારે અમેરિકી પ્રેસિડેન્ટટે સીમા વિવાદ પર મધ્યસ્થતા માટે રજૂઆત કરી હોય. અગાઉ પણ કેટલીયવાર ડોનાલ્ડ ટ્રમ્પ ભારત-ચીન વચ્ચેના સીમા વિવાદને ઉકેલવા માટે મધ્યસ્થતા ઑફર કરી ચૂક્યા છે.

English summary
Donald Trump speaks again on India-China border dispute
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X