For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

24-25 ફેબ્રુઆરી દરમિયાન ભારતના પ્રવાસે આવશે ડોનાલ્ડ ટ્રમ્પ: વ્હાઈટ હાઉસ

24-25 ફેબ્રુઆરી દરમિયાન ભારતના પ્રવાસે આવશે ડોનાલ્ડ ટ્રમ્પ: વ્હાઈટ હાઉસ

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ 24-25 ફેબ્રુઆરીએ ભારતના પ્રવાસ પર આવશે. વ્હાઈટ હાઉસ તરફથી સત્તાવાર જાણકારી આપવામાં આવી છે. મંગળવારે વ્હાઈટ હાઉસ તરફથી કરવામાં આવેલ ટ્વીટમાં જણાવવામાં આવ્યું છે કે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્મ્પ 24-25 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવા માટે ભારતની યાત્રા પર જશે. ટ્વીટમાં એમ પણ કહેવામાં આવ્યું કે પ્રેસિડેન્ટ ટ્રમ્પની આ યાત્રા અમેરિકા-ભારતની રણનૈતિક ભાગીદારીને વધુ મજબૂત કરશે. જ્યારે આ યાત્રાની અસર અમેરિકી અને ભારતીય લોકો વચ્ચે મજબૂત અને સ્થાયી સંબંધ પર થશે.

donald trump

16 ફેબ્રુઆરીએ વિદેશ મંત્રાલય દ્વારા આ જાણકારી આપવામાં આવી હતી કે અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રસ્તાવિત યાત્રાને લઈ ભારત અને અમેરિકા ડિપ્લોમેટિક ચેનલોના માધ્યમથી સંપર્કમાં છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે જાણકારી આપી હતી કે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકી પ્રેસિડેન્ટને મળ્યા હતા ત્યારે તેમને ભારત આવવા આમંત્રણ આપ્યું હતું. હ્યૂસ્ટનમાં હાઉડી મોદી અમેરિકી કાર્યક્રમમાં પીએમ મોદી અને ટ્રમ્પની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ ટ્રમ્પ અને તેના પરિવારને ભારત આવવા માટે આમંત્રિત કર્યા હતા. જે બાદ અમેરિકી પ્રેસિડેન્ટને રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી એસ જયશંકર તરફથી પણ ભારત આવવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા.

અમદાવાદ આવશે ટ્રમ્પ, યોજાશે 'હાઉડી મોદી' જેવો જ 'કેમ છો ટ્રમ્પ' કાર્યક્રમઅમદાવાદ આવશે ટ્રમ્પ, યોજાશે 'હાઉડી મોદી' જેવો જ 'કેમ છો ટ્રમ્પ' કાર્યક્રમ

English summary
donald trump to visit india on 24-25 february white house confirms
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X