For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાહુબલી બન્યા ડોનાલ્ડ ટ્રમ્પ, ખુદ વીડિયો કરીને આ લખ્યુ

સોશિયલ મીડિયા પર પણ ટ્રમ્પની ભારત યાત્રા માટે મઝાના વીડિયો, ફોટો, મીમ્સ વગેરે શેર કરવામાં આવી રહ્યા છે. આમાંથી એક વીડિયો ખુદ ડોનાલ્ડ ટ્રમ્પે શેર કર્યો છે.

|
Google Oneindia Gujarati News

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બે દિવસના ભારત પ્રવાસ પર આવી રહ્યા છે. તેમના સ્વાગતની જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. ખુદ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ભારતના પ્રવાસ માટે ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. આનુ મોટુ કારણ એ માનવામાં આવી રહ્યુ છે કે અમેરિકામાં આ વર્ષે ચૂંટણી યોજાવાની છે અને અમેરિકી ભારતીયોની મતબેંકને સાધવા માટે ટ્રમ્પ ભારત પ્રવાસે આવ્યા છે. એ જ કારણ છે કે ગુજરાતના અમદાવાદ સ્થિત મોટેરા મેદાનમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ છે. આ કાર્યક્રમમાં લાખો લોકો ટ્રમ્પના સ્વાગત માટે આવી શકે છે. એવો કયાસ લગાવવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર પણ ટ્રમ્પની ભારત યાત્રા માટે મઝાના વીડિયો, ફોટો, મીમ્સ વગેરે શેર કરવામાં આવી રહ્યા છે. આમાંથી એક વીડિયો ખુદ ડોનાલ્ડ ટ્રમ્પે શેર કર્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ

સોશિયલ મીડિયા પર વાયરલ

ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસ પહેલા એક સોશિયલ મીડિયા યુઝરે વીડિયો બનાવ્યો છે જેમાં ડોનાલ્ડ ટ્રમ્પને બાહુબલી તરીકે બતાવવામાં આવ્યા છે. ખુદ ડોનાલ્ડ ટ્રમ્પે આ વીડિયો શેર કર્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે આ વીડિયોને આજે એટલે કે 23 ફેબ્રુઆરીએ સવારે લગભગ ચાર વાગે રીટ્વિટ કર્યો છે. તેમના રીટ્વિટ કર્યા બાદ આ વીડિયો હજારો લોકોએ લાઈક અને રીટ્વિટ કર્યો છે. જો કે ટ્રમ્પા આ ટ્વિટ માટે લોકો તેમની ટીકા કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ દરજ્જાનો વીડિયો ક્યારેય કોઈ રાષ્ટ્રપતિ દ્વારા શેર કરવામાં આવ્યો નથી.

નમસ્તે ટ્રમ્પ

નમસ્તે ટ્રમ્પ

ગુજરાતમાં અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં 24 ફેબ્રુઆરીએ ‘નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમ થશે. આ કાર્યક્રમમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શામેલ હશે. બંને હસ્તીઓ ઉપરાંત અહીં બૉલિવુડ કલાકારોથી લઈને સ્વરસાધક, ક્રિકેટર, નેતાઓ તેમજ ધર્મગુરુઓની પણ હાજરી રહેશે. સ્ટેડિયમમાં એક લાખથી વધુ દર્શકો શામેલ થવાની સંભાવના છે. પ્રસિદ્ધ ગાયક કૈલાશ ખેર પણ ‘નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમમાં જવાની તૈયારી કરી રહ્યા છે. શનિવારે તેમણે ખુદ આ અંગે માહિતી આપી.

લાખો લોકો કરશે સ્વાગત, રોડ શોમાં લાખો લોકો હશે શામેલ

લાખો લોકો કરશે સ્વાગત, રોડ શોમાં લાખો લોકો હશે શામેલ

ટ્રમ્પના આવવાની તૈયારીઓં લાગેલા ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ વીડિયો ટ્વિટ કરીને કહ્યુ કે અમદાવાદમાં 24 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એરપોર્ટથી મોટેરા સ્ટેડિયમ સુધી ઐતિહાસિક રોડ શોમાં લાખો ભારતીય નાગરિક શામેલ હશે. રોડ શો બાદ મોદી અને ટ્રમ્પ સ્ટેડિયમમાં આયોજિત નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને સંબોધિત કરશે.

ઘણા ઉદ્યોગપતિઓને મળી શકે છે

ઘણા ઉદ્યોગપતિઓને મળી શકે છે

ટ્રમ્પને મળવા માટે રાજ્ય તેમજ દેશભરના ઉદ્યમી અમદાવાદ આવશે. એકલા સુરતમાં જ 250 ઉદ્યમીઓની યાદી ચેમ્પર ઑફ કૉમર્સે મોકલી છે. ચેમ્બર ઑફ કૉમર્સના પ્રમુખ કેતન દેસાઈએ કહ્યુ કે ટ્રમ્પને મળવા માટે સુરત અને દક્ષિણ ગુજરાતના અલગ અલગ ઔદ્યોગિક સંસ્થાઓના અંદાજે 250 લોકોની યાદી મોકલી છે. આ પહેલા 600 લોકોની યાદી મોકલી હતી પરંતુ રાષ્ટ્રપતિ ટ્રમ્પનો કાર્યક્રમ બદલાવાના કારણે તેમાં પહોંચવા ઈચ્છુક ઉર્યમીઓને રાતે બે-ત્રણ વાગે જ નીકળવુ પડશે, એવી પરિસ્થિતિ બની હતી. આ કારણે ઘણા લોકોએ રજિસ્ટ્રેશન રદ કરી દીધુ. પરંતુ તેમ છતાં મોટી સંખ્યામાં ઉદ્યમીઓના આવવાની સંભાવના છે.

આ પણ વાંચોઃ Trump In India: ઉદ્ધવ ઠાકરેએ પૂછ્યું- ટ્રમ્પના આવવાથી Super Power કેવી રીતે બનશે?આ પણ વાંચોઃ Trump In India: ઉદ્ધવ ઠાકરેએ પૂછ્યું- ટ્રમ્પના આવવાથી Super Power કેવી રીતે બનશે?

English summary
Donald Trump tweets a bahubali video goes viral on social media.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X