For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના ઈતિહાસના સૌથી બિનજવાબદાર પ્રેસિડેન્ટ તરીકે ઓળખાશેઃ બિડેન

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના ઈતિહાસના સૌથી બિનજવાબદાર પ્રેસિડેન્ટ તરીકે ઓળખાશેઃ બિડેન

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામ આવ્યા બાદ પણ ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બિડેન વચ્ચે જુબાન-એ-જંગ ચાલી રહી છે. ચૂંટણીમાં ભારી મતોથી જીત નોંધાવનાર અમેરિકાના આગામી પ્રેસિડેન્ટ અને ડેમોક્રેટ નેતા જો બિડેને ફરી એકવાર ડોનાલ્ડ ટ્રમ્પ પર નિશાન સાધ્યું છે. બિડેને પોતાના નિવેદનમાં કહ્યું કે અમેરિકાના ઈતિહાસમાં સૌથી બિન-જવાબદાર પ્રેસિડેન્ટના રૂપમાં ટ્રમ્પ ઓળખાશે. જણાવી દઈએ કે નવેમ્બરની શરૂઆતમાં ટ્રમ્પે ચૂંટણી રિઝલ્ટ ખોટા ઠેરવ્યા અને પોતાની હાર સ્વીકારવાને બદલે જો બિડેન પર જ આક્રમક થયા.

joe biden

ગુરુવારે વિલમિંગટનમાં બંને પક્ષોના ગવર્નરોના એક સમૂહ સાથે બેઠકમાં જો બિડેને કહ્યું કે તેઓ એ વાતથી ચિંતિત નહોતા કે ટ્રમ્પ દ્વારા ચૂંટણીથી ઈનકાર કરવા પર સત્તાનું હસ્તાંતરણ રોકી શકાય છે, પરંતુ તેઓ એ વાતને લઈ વધુ ચિંતિત હતા કે ટ્રમ્પના આવાં વલણથી દેશના રૂપમાં આપણે આંતરરાષ્ટ્રીય સમુદાયને બહુ ખરાબ સંદેશ મોકલી રહ્યા છીએ. બિડેને આગળ કહ્યું કે અમેરિકી ચૂંટણી જે કંઈપણ થયું તેનાથી દુનિયાને બહુ ખરાબ સંદેશ જઈ રહ્યો છે કે લોકતંત્ર કેવી રીતે કામ કરે છે. તેમનો (ટ્રમ્પનો) શું ઉદ્દેશ્ય છે અમે નથી જાણતા પરંતુ મને લાગે છે કે આ એક મુર્ખતા ભરી હરકત છે.

અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી બોલ્યા- હું ચૂંટણી જીત્યોઅમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી બોલ્યા- હું ચૂંટણી જીત્યો

બિડેને વિલમિંગટનમાં સંવાદદાતાઓે કહ્યું કે, હવે પ્રેસિડેન્ટ જે કરી રહ્યા છે, એ એવી ઘટના બનવા જઈ રહી છે જેનાથી તેઓ અમેરિકી ઈતિહાસના સૌથી બિનૃ જવાબદાર પ્રેસિડેન્ટના રૂપમાં ઓળખાશે. આ પ્રેસિડેન્ટની છબીને બગાડે તો છે જ સાથે જ સવાલ પણ ઉઠે છે કે શું આ કાનૂની છે? બિડેને આગળ કહ્યું કે, હવે આ વાત સ્પષ્ટ કરવા માંગશું કે અમે અમેરિકી પ્રેસિડેન્શિયલ ચૂંટણીમાં જબરી જીત નોંધાવી લીધી છે. પરંતુ આવા માણસ માટે આ સમજવું મુશ્કેલ છે, મને વિશ્વાસ છે કે ટ્રમ્પ આ વાત સારી રીતે જાણે છે કે તેઓ ચૂંટણી જીત્યા નથી અને જીતી શકે તેમ પણ નથી.

English summary
Donald Trump will be known as the most irresponsible president in American history: Biden
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X