ટ્રંપનો નવો એક્ઝિક્યૂટીવ ઓર્ડર, ભારતીયોની મુશ્કેલી વધારશે

Posted By:
Subscribe to Oneindia News

અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે એક નવા એક્ઝિક્યૂટીવ ઓર્ડરને સાઇન કર્યો છે. જેમાં વીઝા સબંધિત ખાસ સુધારા કરવામાં આવ્યા છે. જેની અસર અમેરીકા જવા ઇચ્છતા ભારતીયો પર પડી શકે છે. વોક્સ.કોમની તરફથી આ ઓર્ડરનો ડ્રાફ્ટ રિલિઝ કરવામાં આવ્યો છે. વોક્સ.કોમ મુજબ રાષ્ટ્રપતિ ટ્રંપના આદેશમાં જણાવવામાં આવ્યું છે કે એચ1બી વીઝા ગ્રાહકો તેમની સાથે તેમના જીવનસાથીને પણ લાવવા ઇચ્છે છે તો મુશ્કેલી વધી શકે છે. બરાક ઓબામાની સરકારે વીઝા ગ્રાહકોના સાથીદાર માટે પણ વર્ક પરમિટનો આદેશ આપ્યો હતો. પણ ટ્રંપ તે વાતને નામંજૂર કરી છે.

h1B

પ્રોટેક્ટિંગ અમેરિકન જોબ્સ એન્ડ વર્કર્સ બાય સ્ટ્રેથનિંગ ધ ઇંટીગ્રિટી ઓફ ફોરેન વર્કર વીઝા પ્રોગ્રામ નામના આ ટાઇટલ વાળઆ એક્ઝિક્યૂટીવ વિષે વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી સીન સ્પાઇસરે જણાવ્યું હતું કે આ દ્વારા એચ1બી વીઝા અને અન્ય વીઝા પ્રણાલીઓમાં નવા સુધારા કરવામાં આવશે. સ્પાઇસરના મત મુજબ આ પ્રોગ્રામ પર ફરી એક વાર ધ્યાન આપવાની જરૂર છે.

ભારતીય વિદ્યાર્થીઓની મુશ્કેલી

નિયમો મુજબ ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ વર્ક વીઝા પર પણ નુક્શાન પાડશે. આ વીઝા મુજબ અમેરિકામાં પોતાની ડિગ્રી મેળવ્યા પછી વિદ્યાર્થીઓ થોડો વધુ સમય અહીં રોકાઇ શકતા હતા. અને અહીં કામ પણ કરી શકતા હતા. પણ હવે અમેરીકામાં કામ કરતા વિદેશી નાગરિકોને મંજૂરી આપતા નિયમોનો રિવ્યૂ કરવામાં આવશે. અને જોવામાં આવશે કે આ દ્વારા કોઇ ઇમીગ્રેશન લો કે પછી દેશહિતને કોઇ નુક્શાન તો નથી થતું ને?

85,000 એચબી વીઝા

નોંધનીય છે કે દર વર્ષે અમેરિકા 85,000 એચ1બી વીઝા જાહેર કરે છે. જે એક લોટરી સિસ્ટમ હેઠળ જાહેર કરવામાં આવે છે. લગભગ 90 ટકા ભારતીય આઇટી કંપનીઓ એચ1બી વીઝા હેઠળ કામ કરે છે. એલ1 વીઝા થોડા સમય માટે જ હોય છે અને તેનો ઉપયોગ ટોપ મેનેજમેન્ટ દ્વારા જ કરવામાં આવે છે. ટ્રંપનો આ નવો આદેશ અમેરિકામાં ભણી રહેલા 165,918 ભારતીય છાત્રોને પ્રભાવીત કરી શકે છે. નોંધનીય છે કે ચીન પછી અમેરિકામાં બીજા નંબરે સૌથી વધારે ભારતીય યુવાનો અલગ અલગ યુનિવર્સિટીમાં ભણવા માટે જાય છે.

English summary
US President Donald Trump can sign an executive order which will target work visa programmes. These visa programmes include Indians too.
Please Wait while comments are loading...