For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો, દાંતોના ડૉક્ટરથી પાકિસ્તાનના રાષ્ટ્રપતિ સુધીની આરિફ અલ્વીની સફર

પાકિસ્તાનના 13મા રાષ્ટ્રપતિ તરીકે ડૉક્ટર આરિફ અલ્વીની પસંદગી થઈ શકે.

|
Google Oneindia Gujarati News

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનમાં આજે રાષ્ટ્રપતિ માટે ચૂંટણી થઈ રહી છે અને આજે આ દેશના 13મા રાષ્ટ્રપતિ ચૂંટાશે. પાકિસ્તાનમાં રાષ્ટ્રપતિની ચૂંટણી ચૂંટાયેલા સાંસદ, સેનેટ ઉપરાંત પંજાબ, સિંધ, ખૈબર પખ્તૂનખ્વા અને બલૂચિસ્તાનના ચૂંટાયેલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ કરે છે. સત્તાધારી પાકિસ્તાન તહરીક-એ-ઈંસાફના ડૉક્ટર આરિફ અલ્વી, પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ તરફથી સમર્થન મેળવનાર મુતાહિદા મજલિસ-એ-અમાલના ફજલુર રહમાન અને બિલાવલ ભુટ્ટોની પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના એતજાજ અહેસાન રાષ્ટ્રપતિ પદના દાવેદાર છે. પીટીઆઈના ડૉક્ટર આરિફ અલ્વી રેસમાં સૌથી આગળ છે. તેઓ વ્યવસાયે એક ડેન્ટિસ્ટ છે પરંતુ તેમની પાસે રાજનીતિનો પણ સારો એવો અનુભવ છે. જાણો, કોણ છે ડૉક્ટર અલવી અને કેવી રીતે તેઓ પાકિસ્તાનની રાજનીતિના મોટા અધ્યાયના સાક્ષી રહ્યા...

છાત્ર જીવનથી જ રાજનીતિમાં સક્રિય

છાત્ર જીવનથી જ રાજનીતિમાં સક્રિય

ડૉક્ટર અલ્વી જેઓ પીટીઆઈ તરફથી રાષ્ટ્રપતિ પદ માટે નામાંકિત થયા, એમની પાસે રાજનીતિનો પાંચ દશકાનો અનુભવ છે. એમણે લાહોરના મૉન્ટમૉરેંસી કોલેજ ઑફ ડેંટિસ્ટ્રીથી ડેન્ટિસ્ટનો અભ્યાસ પૂરો કર્યો છે. કોલેજ સમયથી જ તેઓ રાજનીતિમાં સક્રિય થઈ ગયા હતા. વર્ષ 1969માં જ્યારે પાકિસ્તાનમાં જનરલ અયૂબ ખાનની સેનાનું શાસન આવ્યું, ડૉક્ટર અલ્વી રાજનીતિમાં સક્રિય થઈ ગયા. એમની પાર્ટીના નેતાઓનું માનીએ તો અલ્વી તેવા નેતાઓમાન એક છે જેમણે દેશના લોકતંત્ર માટે લડાઈ લડી છે.

આજે પણ જમણા હાથમાં છે ગોળી

આજે પણ જમણા હાથમાં છે ગોળી

પીટીઆઈના કાર્યકર્તાઓ મુજબ જ્યારે લાહોરના મૉલ રોડ પર વિરોધ પ્રદર્શન થઈ રહ્યું હતું એ સમયે ડૉક્ટર અલ્વીને ગોળી લાગી હતી. કહેવાય છે કે આજે પણ એમના જમણાં હાથમાં ગોળી છે અને ડૉક્ટર અલ્વી તેને પાકિસ્તાનમાં લોકતંત્ર માટે પોતાના સંઘર્ષની નિશાને ગણાવે છે. ડૉ. અલ્વી પીટીઆઈના સંસ્થાપકોમાંથી એક છે, જેમણે વર્ષ 1997 અને 2002માં સિંધની સીટ પરથી નેશનલ એસેમ્બલી માટે ચૂંટણી લડી હતી, પરંતુ તેમણે આ ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

ઈમરાનના ખાસ છે ડૉક્ટર અલ્વી

ઈમરાનના ખાસ છે ડૉક્ટર અલ્વી

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈનું સંવિધાન લખનારાઓમાં એક નામ ડૉક્ટર અલ્વીનું પણ છે. ડૉક્ટર અલ્વી વર્ષ 1996માં પાર્ટીની સેન્ટ્રલ એક્ઝિક્યૂટિવ કાઉંસિલમાં આવ્યા અને બાદમાં વર્ષ 1997માં કેમને સિંધમાં પાર્ટીના પ્રેસિડન્ટ બનાવવામાં આવ્યા. વર્ષ 2001માં એમને પાર્ટીના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા અને બાદમાં વર્ષ 2006માં પાર્ટીના સેક્રેટરી જનરલ બનાવવામાં આવ્યા. વર્ષ 2013માં એમને કરાચીથી નેશનલ એસેમ્બીની ચૂંટણી લડી અને આ વખતે તેમણે જીત હાંસલ કરી. આ વર્ષે પણ 25 જુલાઈએ જ્યારે પાકિસ્તાનમાં ચૂંટણી થઈ તો ડૉક્ટર અલ્વી કરાચીની નેશનલ એસેમ્બલી સીટ એનએ-247 પરથી ઉમેદવાર હતા. આ વખતે એમને 91,020 વોટથી જીત મેળવી હતી, જ્યારે તેમના હરીફને માત્ર 24,680 વોટ જ મળ્યા હતા. આ પણ વાંચો-હાઉસ ઑફ રિપ્રઝન્ટેટિવ્સની પ્રાઇમરીમાં 3 ભારતીય-અમેરિકનની જીત

English summary
Dr Arif Alvi a dentist by profession may be the next president of Pakistan know all about him.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X