For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાણી વધુ પીવો અને બની જાવ બુદ્ધિશાળી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

લંડન, 19 જુલાઇ: પાણી પીવાથી તમે કેટલીક પરીક્ષાઓમાં સારું પરિણામ લાવી શકો છો. તાજેતરમાં આવેલા એક અધ્યનમાં આ વાત સામે આવી છે. એક સંજ્ઞાનાત્મક પરીક્ષામાં પરીક્ષાર્થીઓની પ્રતિક્રિયાની તીવ્રતાનો ટેસ્ટ કરવામાં આવ્યો, જેમાં પાણી પીધા વિના પરીક્ષા આપનારની તુલનામાં પરીક્ષા પહેલાં ત્રણ કપ પાણી પીને પરીક્ષામાં ભાગ લેનાર પરીક્ષાર્થીઓએ સારું પ્રદર્શન કર્યું.

વેબસાઇટ લાઇવસાયન્સ ડોટ કોમના વિજ્ઞાન સામાયિક 'ફ્રાંટિયર્સ ઇન હ્યુમન ન્યૂરોસાયન્સ'ના 16 જુલાઇના રિસર્ચના હવાલેથી આ કહેવામાં આવ્યું છે કે 'આ પરિણામોથી જણવા મળ્યું કે જ્યારે માનવી પોતાની તરસ છુપાવી લે છે તો તે પોતાનું ધ્યાન ખેંચનાર વસ્તુઓથી મુક્ત થઇ શકે છે. ''

વેબસાઇટ લાઇવસાયન્સ ડોટ કોમે પૂર્વી લંડન મનોવિજ્ઞાન મહાવિદ્યાલયના શોધકર્તા કૈરોલીન એડમંડ્સના હવાલેથી કહ્યું 'કેટલીક પરીક્ષાઓમાં તરસ સારું પરિણામ આપી શકે છે. કારણ કે તરસ જગાડનાર હાર્મોન્સનો સંબંધ માનવની સજાગતા તથા ચેતના સાથે પણ છે.

આ પહેલાં વયસ્કો પર થયેલા અધ્યનો અનુસાર પાણીની કમીના કારણે મગજના પ્રદર્શનમાં નબળાઇ આવી જાય છે, તથા બાળકો પર કરવામાં આવેલા અધ્યનો અનુસાર પાણીના પર્યાપ્ત સેવથી યાદશક્તિમાં વધારો થાય છે.

water

તાજેતરમાં ઇસ્ટ લંડન સ્કૂલ દ્વારા કરવામાં આવેલા અધ્યનમાં 34 વયસ્કો સવારે 9 વાગે જ ભોજન તથા પાણીનું ઓછામાં ઓછું સેવન કરવાનું કહેવામાં આવ્યું તથા તેમને બીજા બીજા દિવસે પ્રયોગશાળામાં બોલાવ્યા. સ્પર્ધકોને બે વખત પ્રયોગશાળામાં બોલાવવામાં આવ્યા.

પહેલી વખત જ્યાં સ્પર્ધકોને પરીક્ષણ પહેલાં ખાવા માટે અનાજવાળા ચોકલેટ અને પીવા માટે પાણી આપવામાં આવ્યું, તો બીજી તરફ સ્પર્ધકોને ફક્ત અનાજવાળીને ચોકલેટ જ આપવામાં આવી.

પરીક્ષણ દરમિયાન સ્પર્ધકોને એક કોમ્યુટર પર કોઇ પણ વસ્તુ જોવા મળતાં જલદીમાં જલદી એક બટન દબાવવાનું હતું. પરિક્ષણ બાદ પાણી પીનાર સ્પર્ધકોએ પાણી ન પીનાર સ્પર્ધકોની અપેક્ષા કરતાં વધુ ઝડપ બતાવી.

English summary
Drinking plain old water may help improve mental performance, at least on certain brain tests, a small Study suggests.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X