ફેસબુક બ્રાઉસિંગે લીધો એકનો જીવ

facebook
નોર્થ ડકોટા(યુએસ), 8 સપ્ટેમ્બર:ગાડી ચલાવતા સમયે મોબાઇલનો ઉપયોગ કરવાથી થનારા અકસ્માતોમાં આજકાલ વધારો થઇ રહ્યો છે. આવી જ એક ઘટના યૂએસના નોર્થ ડકોટા રાજ્યમાં ઘટી જ્યાં એક એસયૂવી ડ્રાઇવરે ગાડી ચલાવતી વખતે ફેસબુક બ્રાઉસ કર્યું અને તેના પગલે અકસ્માત સર્જાઇ ગયો જેમાં 89 વર્ષના ફાયલિસ ગોરડનનું મોત થઇ ગયું.

તેઓ ગાડીની પાછળની સીટમાં બેઠા હતા. પોલીસ ગાડીના ડ્રાઇવર 20 વર્ષીય એબી સ્લેટિન સાથે પૂછપરછ કરી ત્યારે આ વાત સામે આવી કે તે ગાડી ચલાવતી વખતે ફેસબુક પર બ્રાઉસિંગ કરી રહ્યો હતો. અકસ્માત સમયે ગાડીની સ્પીડ 84થી 86 કિલોમીટર પ્રતિ કલાકની હતી.

પોલીસને સ્લેટિનના ફોનની તપાસ કરવા પર એ વાત સામે આવી કે જે સમયે અકસ્માત સર્જાયો ત્યારે તેણે પોતાના ફોનમાં ફેસબુક એપ ખોલીને રાખી હતી. નાથ ડકોટામાં ગાડી ચલાવતી વખતે ફેસબુકનો પ્રયોગ કરવાની મનાઇ છે, તેના માટે 100 ડોલર સુધીનો દંડ પણ આપવો પડી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X