દારૂના નશામાં ભારતીય મહિલાએ ફ્લાઈટમાં બબાલ કરી, કોર્ટે ફટકારી 6 મહિનાની જેલ
દારૂના નશામાં ભારતીય મહિલાએ ફ્લાઈટમાં બબાલ કરી
લંડનઃ ફ્લાઈટમાં દારૂ પીને હંગામો કરવાના આરોપમાં ભારતીય મૂળની એક મહિલાને યૂકેમાં સજા સંભળાવવામાં આવી છે. મહિલાએ દારૂના નશામાં ફ્લાઈટમાં ભારે હંગામો કર્યો હતો. તેણે કેબિન ક્રૂ સાથે પણ ખરાબ વ્યવહાર કર્યો હતો, સીટ પર હાથ-પગ માર્યા અને ફલાઈટમાં ચિલ્લાવા લાગી હતી કે આપણે બધા મરવા જઈ રહ્યા છીએ. જેને કારણે એક યાત્રીને મિરગીનો હુમલો આવી ગયો હતો. ફ્લાઈટ લેન્ડ થથાં જ મહિલાની ધરપકડ કરી લેવામાં આવી અને હવે કોર્ટે તેને 6 મહિનાની સજા સંભળાવી છે.

મહિલાએ ફ્લાઈટમાં બબાલ કરી
41 વર્ષીય કિરન જગદેવ જાન્યુઆરીમાં સ્પેનના ટેનેરાઈફથી યૂકે પરત ફરી રહી હતી, જ્યારે તે ફ્લાઈટમાં ચીસો પાડવા લાગી હતી. ફ્લાઈટ લેન્ડિંગમાં થોડી સમસ્યા થઈ તો જગદેવ ચીસો પાડવા લાગી કે આપણે બધા મરી જઈશું. તે 10 મિનિય સુધી ચીસો પાડવા લાગી. કિરણ જગદેવે ચીસો પાડી હોવાના કારણે અન્ય એક યાત્રી ડરી ગયા અને એકને મિરગીનો અટેક પણ આવ્યો હતો.

થઈ ધરપકડ
ફરીયાદી પક્ષે જણાવ્યું કે કિરણ જગદેવે ફ્લાઈટ બોર્ડ થતા પહેલા 6-8 બીયર પીધી હતી. એમને જ્યારે ફ્લાઈટ ક્રૂએ વધુ દારૂ પીરસવાની ના પાડી તો તેણે પોતાની બેગમાંથી વાઈન કાઢીને પીધી. તે કેબિન ક્રૂ પાસેથી વારંવાર દારૂ માગી રહી હતી અને સીટ પર હાથ-પગ મારી રહી હતી.

કોર્ટે 6 મહિનાની સજા ફટકારી
બાદમાં ફ્લાઈટમાં હાજર એક ઑફ-ડ્યૂટી પોલીસ ઑફિસર તેને સંભાળવા માટે તેની બાજુમાં બેસો પણ તે પોલીસકર્મી પર પણ ગંદી કોમેન્ટ કરવા લાગી. કિરણ જગદેવે કોર્ટમાં પોતાના બચાવમાં કહ્યું કે આ બધી ભૂલ જેટ2 એરલાઈનની છે કેમ કે તેઓ એને દારૂ આપી રહ્યા હતા. કિરણ જગદેવની દલીલને રદ કરતા લીસેસ્ટર ક્રાઉન કોર્ટે તેને 6 મહિનાની જેલની સજા સંભળાવી છે.












Click it and Unblock the Notifications
