દુબઇ પોલીસને મળી શાનદાર કાર મૈકલેરેન એમપી4-12 સી

Posted By:
Subscribe to Oneindia News

દુબઇ પોલીસ શરૂઆતથી જ પોતાના શાનદાર અને લક્ઝરી કારો માટે ચર્ચામાં રહી છે. આ વખતે પણ કંઇક એવું જ છે જી હાં, દુબઇ પોલીસની કારોના સંગ્રહમાં મૈકલેરેન એમપી 4-12સી પણ સામેલ થઇ ગઇ છે. તમને જણાવી દઇએ કે કે દુબઇ પોલીસની ટીમમાં આ પહેલી કાર નથી. પરંતુ પહેલાંથી જ આ ટીમમાં શેવરલે કમારો, લૈમ્બોર્ગિની અવેંટાડોર, ફરારી એફએફ, બોરબસ જી63 એએમજી જેવી કરો ઉપલબ્ધ છે.

બ્રિટનની વાહન નિર્માતા કંપની મૈકલેરેનની આ શાનદાર કાર સફેદ રંગની જ છે અને તેને ખાસ કલરથી શણગારવામાં આવી છે. જો કે દુબઇ પોલીસનો રંગ છે. એવું માનવામાં આવે છે કે મેકલેરેન એમપી4-12સી કોઇપણ અન્ય કારના મુકાબલે લોકોને ઝડપથી આકર્સિત કરશે.

આ કારને કંપનીએ બે અલગ-અલગ સ્ટાઇલમાં બજારમાં રજૂ કરી હતી. જેમાં રોડસ્ટર અને કુપે બંને સામેલ છે. આ કારમાં કંપનીએ 3.8 લીટરની ક્ષમતાન દમદાર ટ્વિન ટર્બો વી8 એન્જિનનો ઉપયોગ કર્યો છે. જે કારને 592 હોર્સપાવરની દમદાર શક્તિ પુરી પાડે છે. આ કારમાં 7-સ્પીડ ઓટોમેટિક ટ્રાંસમિશન ગિયર બોક્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

dubai-police-mclaren-mp4-12c

તમને જણાવી દઇએ કે મૈકલરેન એમપી4-12સી જે પ્રકારે જોવામાં આકર્ષક છે. તે જ રીતે તેની ગતિ જોઇને મોંઢામાં આંગળીઓ નાખતા રહી જશો. જી હાં આ કાર ફક્ત 2.9 સેકન્ડમાં જ 96 કિલોમીટર પ્રતિકલાકની ઝડપ પકડવામાં સક્ષમ છે. આ ઉપરાંત પોલીસ આ કારને મોટાભાગે 207 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે દોડાવી શકે છે. આ કારની કિંમત 241,800 અમેરિકન ડોલર એટલે કે લગભગ 1.5 કરોડ રૂપિયા છે.

English summary
McLaren MP4-12C has recently been added to the exotic supercar fleet of the Dubai police. Being a police official in Dubai, is a haven for petrol heads.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.