12 વર્ષમાં ધરતીના સંપર્કમાં આવશે એલિયન?

સમાચાર પત્ર ડેલી એક્સપ્રેસે જણાવ્યા પ્રમાણે યૂએફઓ પરિયોજનાના પૂર્વ પ્રમુખ નિક પોપે કહ્યું કે સ્ક્વોયર કિલોમીટર અરે(એસકેએ) નામના દૂરબીનના વિકાસથી એ જાણી શકાય છે કે બ્રહ્માંડમાં ક્યાંક જીવન છે કે નથી.
પોપે મંત્રાલયમાં 21 વર્ષ સુધી યૂએફઓ દેખાવાની ઘટનાનું અધ્યયન કર્યું છે.
તેમણે કહ્યું કે, હું એક વિવાદાસ્પદ નિવેદન આપીશ, હું તમને એક નિશ્ચિત વર્ષ અંગે બતાવીશ કે ક્યારે સંપર્કની પહેલીવાર પૃષ્ટિ થશે અને તે વર્ષ છે 2024. જો તમામ યોજના સમયાનુસાર પૂરી થાય છે તો એ જ વર્ષે એસકેએ કામ કરવાનું શરૂ કરી દેશે.
એસકેએનું કામ 2016માં શરૂ થશે, આ વિશ્વનો સૌથી મોટો રેડિયો દૂરબીન હશે. તેમાં હજારો રિસેપ્ટર લગાવેલા હશે, જે ઓસ્ટ્રેલિયામાં પાંચ હજાર વર્ગ કિલોમિટર ક્ષેત્રમાં ફેલાયેલા હશે.
વૈજ્ઞાનિકોના મતાનુસાર એસકેએ કોઇપણ બીજા દૂરબીનથી 50 ગણું વધારે સંવેદનશીલ હશે અને 10 હજાર ગણું વધારે ઝડપથી આકાશનું સર્વેક્ષણ કરવામાં મદદ કરશે. પોપે કહ્યું છે કે જો 100 પ્રકાશવર્ષ દૂર પણ કોઇ સભ્યતા હશે, તો આ દૂરબીનથી તે જાણી શકાશે.












Click it and Unblock the Notifications
