ઇંડોનેશિયામાં 6.4 તીવ્રતાના ભૂકંપના જોરદાર ઝટકા, 52 ના મોત

Subscribe to Oneindia News

ઇંડોનેશિયાના બાન્દા અકેહ પ્રાંતમાં બુધવારે સવારે આવેલા જોરદાર ભૂકંપમાં 52 લોકોના મોત નીપજ્યા છે. 6.4 ની તીવ્રતાના આ ભૂકંપની અસર ઇંડોનેશિયાના સુમાત્રા આઇલેંડ પર વધુ થઇ છે.

earthquake

અહેવાલો અનુસાર ભૂકંપને કારણે 52 લોકો માર્યા ગયા છે અને મોટી સંખ્યામાં લોકો ફસાયા હોવાની આશંકા સેવાઇ રહી છે. ભૂકંપના સમયે મોટાભાગે લોકો સૂઇ રહ્યા હતા, આના કારણે લોકોને ભાગવાનો મોકો મળ્યો નહિ. USGS ના જણાવ્યા મુજબ હજુ સુધી સુનામી માટે એલર્ટ જારી કરવામાં આવી નથી. જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે ઘણા લોકો નમાઝ માટે જઇ રહ્યા હતા. ભૂકંપમાં મસ્જિદો, ઘરો અને દુકાનોને નુકશાન પહોંચ્યુ છે.

એક અધિકારીએ જણાવ્યુ કે મૃતકોમાં 7 બાળકો પણ શામેલ છે. મોટી સંખ્યામાં ઘાયલોને હોસ્પિટલ લઇ જવામાં આવી રહ્યા છે. સ્થાનિક હોસ્પિટલમાં જગ્યા ન હોવાને કારણે બીજા જિલ્લાઓમાં પણ ઘાયલોને મોકલવામાં આવી રહ્યા છે.

English summary
earthquake of 6.4 magnitude hits indonesia near Banda Aceh.
Please Wait while comments are loading...