ઈન્ડોનેશિયામાં ભૂકંપના જોરદાર આંચકા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા મપાઈ 6.3
ઈન્ડિનેશિયામાં આજે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. જેની તીવ્રતા 6.3 નોંધવામાં આવી છે.
Earthquake in Indonesia: વિશ્વના ઘણા દેશોમાં ભૂકંપના કારણે હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે. ભૂતકાળમાં તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપના કારણે થયેલી તબાહીને કોઈ ભૂલી શકે તેમ નથી. જે બાદ ગુરુવારે ઉઝબેકિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઈન્ડોનેશિયામાં આજે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે.

રિપોર્ટ અનુસાર રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.3 નોંધવામાં આવી છે. ટોબેલોથી 177 કિમી ઉત્તરમાં આંચકા અનુભવાયા હતા. જો કે હજુ સુધી ભૂકંપના કારણે કોઈ નુકસાનના સમાચાર નથી. યુએસજીએસના જણાવ્યા મુજબ તઝાકિસ્તાનમાં જ્યાં ભૂકંપ આવ્યો તે વિસ્તાર વિશાળ પામિર પર્વતીય શિખરોથી ઘેરાયેલો છે, આ સ્થિતિમાં ભૂકંપને કારણે ભૂસ્ખલન થઈ શકે છે પરંતુ જાન-માલન વધુ નુકસાન થશે નહીં કારણ કે ત્યાં બહુ ઓછી વસ્તી રહે છે.
તમને જણાવી દઈએ કે સીરિયા અને તુર્કીમાં 6 ફેબ્રુઆરીએ આવેલા ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 43 હજારથી વધુ લોકોના મોત થયા છે જ્યારે 5 લાખ લોકો બેઘર થઈ ગયા છે. યુએનના રિપોર્ટ મુજબ તુર્કીમાં 15 લાખ લોકો બેઘર બન્યા છે અને દેશમાં લગભગ 5 લાખ ઘર બનાવવા પડશે. યુએનડીપી તુર્કીના નિવાસી પ્રતિનિધિ લુઈસા વિન્ટને મંગળવારે ઓનલાઈન પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યુ હતુ કે દેશની સરકારે ભૂકંપથી પ્રભાવિત લગભગ 70 ટકા ઈમારતોનુ નિરીક્ષણ કર્યુ છે. તેમાંથી 118,000 ઈમારતોમાં 412,000 આવાસ પડી ભાંગ્યા છે અથવા તેને સંપૂર્ણ તોડી પાડવાની જરૂર છે.












Click it and Unblock the Notifications
