
જાપાનમાં 7.3ની તીવ્રતાનો ભૂકંપ, 4ના મોત, 94 ઘાયલ
ટોક્યોઃ જાપાનના ઉત્તર પ્રાંતમાં ભૂકંપના ખૂબ જ તેજ ઝટકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપના ઝટકાની તીવ્રતા 7.4 મેગ્નિટ્યુડ નોંધવામાં આવી છે. આ ભૂકંપમાં અત્યાર સુધી ચાર લોકોના માર્યા ગયાના સમાચાર છે જ્યારે 94 લોકો ઘાયલ થઈ ગયા છે. રિપોર્ટ મુજબ આ ભૂકંપ જાપાનની રાજધાની ટોક્યોથી લગભગ 275 કિલોમીટર દૂર અનુભવાયા છે. ભૂકંપના ઝટકા એટલા તેજ હતા કે બિલ્ડિંગમાં ઘણી તીવ્ર કંપન અનુભવાઈ. પ્રધાનમંત્રી ફૂમિયો કિશિદાએ કહ્યુ કે ભૂકંપમાં ચાર લોકોના મોત થયા છે, અમે સંભવિત એલર્ટ જાહેર કર્યુ છે. આગળ પણ બે-ત્રણ દિવસમાં ભૂકંપના ઝટકા અનુભવવામાં આવી શકે છે.
સમાચાર એજન્સી એએફપીના જણાવ્યા અનુસાર પૂર્વી જાપાનના મોટા ભાગમાં આવેલા ભૂકંપથી મિયાગી પ્રાંતમાં એક શિંકાનસેન બુલેટ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ. ટોકિયો ઈલેક્ટ્રિક પાવર કંપનીના હવાલાથી એએફપીએ જણાવ્યુ કે જાપાનમાં ભૂકંપ બાદ લગભગ 20 લાખ ઘરોમાં વિજળી ડૂલ થઈ ગઈ છે. ભૂકંપ ફુકુશિમા ક્ષેત્રના તટ પર 60 કિલોમીટરના ઉંડાણમાં કેન્દ્રીત હતુ અને સ્થાનિક સમય મુજબ રાતે 11.36 વાગે ત્યારબાદ તરત પૂર્વોત્તર તટના અમુક ભાગો માટે એક મીટરની સુનામીની લહેરો માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે.
આ પહેલા 22 જાન્યુઆરીએ જાપાનના દક્ષિણ પશ્ચિમ ક્ષેત્રમાં આવેલા ભીષણ ભૂકંપના કારણે 10થી વધુ લોકો ઘાયલ થઈ ગયા હતા. ભૂકંપ શનિવારે બપોરે 1 વાગીને 08 મિનિટે આવ્યો હતો. આ માહિતી રશિયાની વેબસાઈટ સ્પૂતનિકે સ્થાનિક મીડિયાના હવાલાથી આપી હતી. જાપાન હવામાન વિજ્ઞાન એજન્સી અનુસાર ભૂકંપ ક્યુશુ દ્વીપ પાસે એક વાગ્યા પછી આવ્યો હતો. જેનુ કેન્દ્ર 40 કિલોમીટરના ઉંડાણમાં હતુ. સુનામીની કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી. જાપાનની ક્યોદો સમાચાર એજન્સી અનુસાર મિયાજાકી, ઓઈતા, કોચ્ચિ અને કુમામોટોના પ્રાંતોએ ભૂકંપને પાંચ પોઈન્ટનો ગણાવ્યો હતો.
રિંગ ઑફ ફાયર પર સ્થિત છે જાપાન
જાપાનમાં ભૂકંપ આવવા કોઈ ચોંકાવનારી વાત નથી પરંતુ અહીં ઘણીવાર ભૂકંપના ઝટકા અનુભવાય છે. આવુ એટલા માટે કારણકે આ દેશ પ્રશાંત મહાસાગરના રિંગ ઑફ ફાયર પર સ્થિત છે. આ તીવ્ર ભૂકંપીય ગતિવિધિનો એક આર્ક છે. જે દક્ષિણ પર્વ એશિયા અને પ્રશાંત બેસિન સુધી ફેલાયેલો છે. 6ની તીવ્રતા કે તેનાથી વધુ તીવ્રતા પર અહીં ભૂકંપ આવવો સામાન્ય વાત છે. વર્ષ 2011માં જાપાનના ફુકુશિમામાં શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો જેનાથી ત્યાં સ્થિત ન્યૂક્લિયર પાવર પ્લાન્ટને ઘણુ નુકશાન થયુ હતુ.