For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાપાનમાં 7.5ની તિવ્રતાનો ભૂકંપ, સૂનામીની આશંકા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ટોક્યો, 7 ડિસેમ્બર: જાપાનની રાજધાની ટોક્યોની ધરા ફરી એકવાર ભૂકંપ ઝટકાથી ધ્રુજી ઉઠી છે. મૌસમ વિભાગના જણાવ્યા અનુસાર શહેરમાં 7.3ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હોવાનું માનવામાં આવે છે. ભૂકંપના કારણે બિલ્ડિંગો ધ્રુજવા લાગી હતી.

ભૂકંપના કારણે કોઇ જાનહાનિ કે ભારે નુકસાનના સમાચાર પ્રાપ્ત થયા નથી. જો કે જાપાનના ઉત્તરી પૂર્વી તટ પર સુનામીની ચેતાવણી આપવામાં આવી છે. કહેવામાં આવે છે કે સમુદ્રમાં એક મીટર સુધી ઉંચી લહેરો ઉઠી શકે છે.

japan-earthquake

ભૂકંપ સ્થાનિક સમય અનુસાર શુક્રવારે સાંજે 5 વાગ્યાને 18 મિનિટે આવ્યો હતો. ભૂકંપના કારણે ફૂફૂશિમા ડાયચી ન્યૂક્લિયર પ્લાન્ટ પરમાણુ સંયંત્રમાં કોઇ નુકસાન થયું નથી. ભૂકંપનું કેન્દ્ર બિંદુ હોન્શૂ દ્રીપની નજીક હતું. યૂએસ જિયોલોજીકલ સર્વેએ જાપાનમાં ભૂકંપ બાદ અમેરિકા તટીય વિસ્તારમાં સુનામીની ચેતાવણી આપી છે.

મિયાગીના તટીય વિસ્તારો માટે સુનામીની ચેતાવણી જાહેર કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં માર્ચ 2011માં 9 રિક્ટર સ્કેલનો તીવ્રતાના ભૂકંપ અને સુનામીએ ભારે તબાહી મચાવી હતી. લગભગ 15 હજાર લોકોના મોત નિપજ્યાં હતા અને 3500 થી વધુ લોકો ગુમ થયા હતા. તે સમયે ફૂફૂશિમા ડાઇચી એટમી રિએક્ટરને ભારે નુકસાન પહોંચ્યું હતું. પ્લાન્ટથી એટમી રેડિએશન લીક થવાની સૂચના બાદ આ વિસ્તારમાંથી હજારો લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યાં હતા.

અમેરિકાના પેસેફિક સૂનામી વોર્નિંગ સેન્ટરનું કહેવું છે કે ભારે સુનામીની આશંકા નથી પરંતુ સ્થાનીય તટીય વિસ્તરોમાં નુકશાન પહોંચી શકે છે. જાપાનના મૌસમ વિભાગે ઇવાટે, ફૂકિશિમા, ઓમોરી અને ઇબરાકીમાં લોકોને સુનામીથી સતર્ક રહેવાની ચેતાવણી આપવામાં આવી છે. એલર્ટમાં કહેવામાં આવ્યું છે કે 50 સેમીથી 2 મીટર સુધી લહેરો ઉઠી શકે છે.

English summary
The epicentre of the quake was about 245km (150 miles) south-east of Kamiashi at a depth of about 36km, the US Geological Survey said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X