Earthquake Nepal: નેપાળમાં મોડી રાતે ભૂકંપથી વિનાશ, અત્યાર સુધીમાં 128 લોકોના મોત, ઘણા ઘાયલ
Earthquake Nepal: નેપાળમાં મોડી રાતે આવેલા ભૂકંપના કારણે ભારે વિનાશ સર્જાયો છે. નેપાળના જાજરકોટ જિલ્લાના રામીદાંડા વિસ્તારમાં 6.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના પછી મૃત્યુઆંક વધી રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ 128 લોકોના મોત થયા છે. ત્યાં ઘણા લોકો ઘાયલ થયા છે. મૃત્યુઆંક હજુ વધી શકે છે.
શુક્રવારે રાતે નેપાળના ભૂકંપની અસર દિલ્હી-NCR, ઉત્તર પ્રદેશ અને બિહારમાં પણ જોવા મળી હતી. રૉયટર્સે પોલીસને ટાંકીને જણાવ્યુ કે નેપાળમાં આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 128 થઈ ગયો છે. આ અપડેટ શનિવાર 04 નવેમ્બર સવારે 8 વાગ્યા સુધીની છે.

રુકુમ પશ્ચિમના મુખ્ય જિલ્લા અધિકારી હરિ પ્રસાદ પંતના જણાવ્યા અનુસાર, નેપાળના રુકુમ પશ્ચિમમાં ઓછામાં ઓછા 36 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. મૃત્યુઆંક હજુ વધવાની આશંકા છે.
જાજરકોટના મુખ્ય જિલ્લા અધિકારીના જણાવ્યા અનુસાર, જાજરકોટમાં ઓછામાં ઓછા 34 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. ઘણા લોકો ઘાયલ છે. કેટલાક ગંભીર રીતે ઘાયલોને સારવાર માટે સુરખેત મોકલવામાં આવ્યા છે. કુલ મૃત્યુઆંક 70 પર પહોંચી ગયો છે.
નેશનલ સેન્ટર ફૉર સિસ્મોલોજી (એનસીએસ) એ જણાવ્યું હતું કે ભૂકંપ 10 કિમીની ઊંડાઈએ, 28.84 ઉત્તર અક્ષાંશ અને 82.19 ઇ રેખાંશ પર આવ્યો હતો. એક મહિનામાં આ ત્રીજી વખત છે જ્યારે નેપાળમાં જોરદાર ભૂકંપ આવ્યો છે.
હાલમાં સ્થાનિક અધિકારીઓ જાજરકોટ ગામનો સંપર્ક કરી શક્યા નથી, જ્યાં ભૂકંપનું કેન્દ્ર હતું અને જેની વસ્તી 190,000 છે. નેપાળના પીએમઓએ જણાવ્યું છે કે વડા પ્રધાન પુષ્પ કમલ દહલે શુક્રવારે રાતે 11:47 વાગ્યે જાજરકોટના રામીદાંડામાં ભૂકંપને કારણે થયેલા માનવ અને ભૌતિક નુકસાન પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે અને તમામ 3 સુરક્ષા એજન્સીઓને તાત્કાલિક બચાવ અને રાહત માટે તૈનાત કરવામાં આવી છે. ''
#UPDATE | Nepal Earthquake | At least 36 people have been confirmed dead in Rukum West, and the toll is expected to rise further This is the update we have been able to get till 5 AM: Chief District Officer of Rukum West Hari Prasad Pant to ANI
— ANI (@ANI) November 3, 2023
At least 34 have been confirmed… https://t.co/cB18CfiOgy












Click it and Unblock the Notifications
