ન્યૂઝીલેન્ડમાં ભુકંપની ધરતી ધ્રુજી, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.9 મપાઈ
યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વેના જણાવ્યા અનુસાર, શનિવારે ન્યુઝીલેન્ડના કર્માડેક ટાપુઓમાં 6.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. યુએસજીએસએ જણાવ્યું છે કે, ભૂકંપનું કેન્દ્ર 152 કિમી ઊંડાઇમાં હતું.
નવી દિલ્હી : છેલ્લા કેટલાક સમયથી દુનિયાભરમાંથી ધરતીકંપની ખબરો આવી રહી છે. સિરિયા અને તુર્કીમાં મોટી તબાહી બાદ હવે ન્યૂઝીલેન્ડથી ભુકંપના સમાચાર સામે આવ્યા છે. મળી રહેલા સમાચારો અનુસાર, હવે ઓસ્ટ્રેલિયા ખંડના દક્ષિણમાં આવેલા ન્યુઝીલેન્ડમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ન્યૂઝીલેન્ડના કર્માડેક ટાપુઓમાં શનિવારે સાંજે 6.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હોવાના અહેવાલ છે.

યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વેના જણાવ્યા અનુસાર, શનિવારે ન્યુઝીલેન્ડના કર્માડેક ટાપુઓમાં 6.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. યુએસજીએસએ જણાવ્યું છે કે, ભૂકંપનું કેન્દ્ર 152 કિમી ઊંડાઇમાં હતું. આ પહેલા યુરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટરે 6.6ની તીવ્રતા અને 183 કિમીની ઊંડાઈનો અંદાજ લગાવ્યો હતો.
બીજી તરફ યુએસ સુનામી વોર્નિંગ સિસ્ટમે જણાવ્યું છે કે, ભૂકંપ બાદ સુનામીની કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી. અહીં તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક સમયથી સતત દુનિયાભરમાં ભુકંપની ઘટનાઓ વધી રહી છે. હાલમાં જ તુર્કી અને સિરિયામાં મોટી તબાહી સર્જાઈ છે અને ભારતમાં પણ સતત આંચકાઓ અનુભવાઈ રહ્યા છે.












Click it and Unblock the Notifications
