Japan Earthquake: તાઈવાન બાદ હવે જાપાનમાં આવ્યો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
Japan Earthquake: તાઈવાનમાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો તેના એક દિવસ બાદ જ જાપાનમાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટરે જણાવ્યું હતું કે ગુરુવારે જાપાનના હોન્શુના પૂર્વ કિનારે 6.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
ઇએમએસસીએ જણાવ્યું હતું કે ભૂકંપ 32 કિમી (19.88 માઇલ) ની ઊંડાઇએ હતો. જાપાને પણ આ અંગે સુનામીની ચેતવણી જાહેર કરી છે. આ પહેલા તાઈવાનમાં 25 વર્ષમાં સૌથી ભયાનક ભૂકંપ આવ્યો હતો. આમાં ઓછામાં ઓછા 9 લોકોના મોત થયા છે.

તાઈવાનમાં આવેલા ભૂકંપમાં 1000થી વધુ લોકો ઘાયલ થયા છે. આમાં 100થી વધુ ઈમારતો, અનેક રસ્તાઓ, પુલ અને ટનલને નુકસાન થયું છે. 50થી વધુ લોકો ગુમ થયાના અહેવાલ છે. તેમાંથી બે ભારતીય છે. બચાવ કાર્ય સાથે જોડાયેલા અધિકારીઓએ સમાચાર એજન્સી એપીને જણાવ્યું કે ગુમ થયેલા ભારતીયોની શોધ કરવામાં આવી રહી છે. છેલ્લા 24 કલાકમાં 201 આફ્ટરશોક્સ આવ્યા છે. તમામની તીવ્રતા 5થી વધુ હતી. સૌથી મજબૂત આફ્ટરશોકની તીવ્રતા 6.5 હતી.
તાઈવાનમાં આવેલા શક્તિશાળી ભૂકંપ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીના એકાઉન્ટ પરથી સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખવામાં આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે, "હું ભૂકંપમાં ઘાયલ થયેલા લોકોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. અમે આ મુશ્કેલ સમયમાં તાઈવાનના લોકોની સાથે છીએ."
ભારતે તાઈવાનમાં રહેતા ભારતીયો માટે એડવાઈઝરી પણ જાહેર કરી છે. ઈન્ડિયા તાઈપેઈ એસોસિએશને ઈમરજન્સી નંબર અને ઈ-મેલ આઈડી જાહેર કર્યો છે. આ છે- 0905247906 અને [email protected] તમને જણાવી દઈએ કે તાઈવાનમાં લગભગ 5 હજાર ભારતીયો રહે છે.












Click it and Unblock the Notifications
