Earthquake: ફિલિપીંસમાં આવ્યો શક્તિશાળી ભૂકંપ, તીવ્રતા 7.1, સુનામીનુ કોઈ એલર્ટ નહિ
Earthquake: ફિલિપાઈન્સમાં આજે ભૂકંપના ખૂબ જ જોરદાર આંચકા અનુભવાયા છે. ફિલિપાઈન્સના સોક્સસાર્જેનથી લગભગ 106 કિલોમીટર દૂર સેલેબ્સ સમુદ્રમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.1 નોંધવામાં આવી છે.
ભૂકંપની ઊંડાઈ 620 કિલોમીટર હતી, જેના કારણે તેની અસર મોટા વિસ્તાર પર અનુભવાઈ હતી. જો કે ભૂકંપના આટલા જોરદાર આંચકા છતાં કોઈ મોટા નુકસાનના સમાચાર નથી. તેમજ ભૂકંપ બાદ સુનામીની કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી.

સોશિયલ મીડિયા પર ભૂકંપ વિશે માહિતી આપતા નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું કે આ ભૂકંપ ફિલિપાઈન્સના મિંડાનાઓમાં આવ્યો છે. તેની ઊંડાઈ 650 કિલોમીટર છે.
EQ of M: 6.7, On: 11/07/2024 07:43:18 IST, Lat: 6.02 N, Long: 123.31 E, Depth: 650 Km, Location: Mindanao Philippines.
— National Center for Seismology (@NCS_Earthquake) July 11, 2024
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjdtw0 @DrJitendraSingh @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia @Indiametdept pic.twitter.com/d5AEc6OJZP












Click it and Unblock the Notifications
