હૈતીમાં સતત બીજા દિવસે ભૂકંપ, રિક્ટલ સ્કેલ પર તીવ્રતા 5.8, મરનારની સંખ્યા થઈ 1297
હૈતીમાં સતત બીજા દિવસે પણ ભૂકંપ આવ્યો છે જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.8 માપવામાં આવી છે.
હૈતીમાં સતત બીજા દિવસે પણ ભૂકંપ આવ્યો છે જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.8 માપવામાં આવી છે. દેશની નાગરિક સુરક્ષા એજન્સીના જણાવ્યા અનુસાર હૈતીના તટપર ગઈ કાલે આવેલા 7.2 તીવ્રતાના ભૂકંપમાં ઓછામાં ઓછા 1297 લોકો માર્યા ગયા છે અને 2800થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. સેંકડો લોકો હજુ પણ ગુમ છે. ઈજગ્રસ્ત લોકોને સારવાર આપવામાં આવી રહી છે.

હૈતીમાં આવેલા ભીષણ ભૂકંપથી મરનારની સંખ્યા વધી જતા અમેરિકાએ હૈતીમાં પડી ગયેલી ઈમારતોના કાટમાળ નીચે બચી ગયેલા લોકોને શોધવામાં મદદ કરવા માટે શોધ અને બચાવ દળ તૈનાત કર્યા છે. દેશની નાગરિક સુરક્ષા એજન્સીના જણાવ્યા અનુસાર હૈતાના તટ પર આવેલા 7.2 તીવ્રતાના ભૂકંપમાં ઓછામાં ઓછા 1297 લોકો માર્યા ગયા છે. ભૂકંપ બાદ ઘણા ઝટકા પણ આવ્યા. આ ભૂકંપ દેશના દક્ષિણ-પશ્ચિમ ટિબુરોન દ્વીપકલ્પ પર સેન્ટ લૂઈસ ડુ સૂદ શહેરથી 7.5 માઈલ ઉત્તર-પૂર્વમાં આવ્યો.
પ્રધાનમંત્રી એરિયલ હેનરીએ કટોકટીની સ્થિતિની ઘોષણા કરીને પીડિતોને મદદ કરવા માટે વહીવટના તમામ સાધનો અકત્રિત કરવાનુ વચન આપ્યુ. ભૂકંપ અને આફ્ટરશૉકથી ચર્ચ, હોટલ, હોસ્પિટલ અને ઘરોમાં ઘણુ નુકશાન થયુ. તેના કારણે મોટુ ભૂસ્ખલન પણ થયુ જેનાતી ટાપુના દક્ષિણ-પશ્ચિમ છેડે લેસ કેટસથી જેરેમી સુધીનો રસ્તો બંધ થઈ ગયો.
ઉલ્લેખનીય છે કે હૈતી એક નાનકડો દેશ છે અને તેની જનસંખ્યા એક કરોડ દસ લાખ છે.
યુએસ જિયોલૉજિકલ સર્વે મુજબ 2010માં હૈતીમાં આવેલા વિનાશકારી ભૂકંપમાં 3,00,000 લોકો માર્યા ગયા હતા. સહાયક એજન્સી મર્સી કૉર્પ્સ, હૈતીના કાર્યકારી ડિરેક્ટર કારા બકે પોર્ટ-અઉ-પ્રિન્સથી એક નિવેદનમાં જણાવ્યુ કે રાજકીય અસ્થિરતા, હિંસા, કોવિડ-19, ખાદ્ય અસુરક્ષા વચ્ચે આજનો આ ભૂકંપ વધુ એક મોટો આંચકો છે.












Click it and Unblock the Notifications
