For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓસ્ટ્રેલિયા: પ્રથમ મુસ્લિમ મંત્રીએ કુર્આનથી લીધા શપથ, થયો વંશીય હુમલો

|
Google Oneindia Gujarati News

મેલબૉર્ન, 2 જુલાઇ : ઓસ્ટ્રેલિયાના ઇતિહાસમાં એદ હુસેકને દેશના પહેલા મુસ્લિમ મંત્રી બન્યાના કેટલાક જ કલાકો વિત્યા હતાં કે કુર્આન દ્વારા મંત્રી પદના શપથ લેવા બદલ તેમની પર ઓનલાઇન વંશીય હુમલાનું ઘોડાપૂર આવી ગયું. 43 વર્ષિય હુસેકને મંગળવારે પ્રધાનમંત્રી કેવિન રડના સંસદીય મંત્રી તથા બ્રૉડબ્રેંડ મામલાના સંસદીય મંત્રી તરીકે નિમાયા હતા.

બોસ્નિયાઇ અપ્રવાસી માતા-પિતાની સંતાન હુસેક સંઘીય સંસદમાં પહેલા સાંસદ છે જેમણે કુર્આન પર હાથ રાખીને પોતાના પદ તથા ગુપ્તતા અંગેના શપથ લીધા છે. હુસેકે મંગળવારે મીડિયાને જણાવ્યું હતું કે તેમણે કુર્આન પર હાથ મૂકીને શપથ લેવાનો નિર્ણય કર્યો હતો. તેમણે કહ્યું કે 'હું બાઇબલ પર હાથ રાખીને શપથ ના શકું. હું જે છું, તે હું છું. મારો દ્રઢ નિર્ણય હતો કે હું કુર્આન પર હાથ રાખીને મારા શપથ લઉ.'

ed husic
ગઇકાલે આધિકારીક શપથ ગ્રહણ સમારંભમાં ઓસ્ટ્રેલિયાના ગવર્નર જનરલ ક્વેંતીન બ્રાયસે કહ્યું 'બહુસંસ્કૃતિવાદ માટે આ એક મહાન દિવસ છે.' પરંતુ હુસેકના ફેસબુક પેજ પર થોડાક જ કલાકો બાદ વંશીય ટિપ્પણીઓનું ઘોડાપૂર આવી ગયું. જેમાં તેમને 'તુચ્છકારભર્યા' અને 'બિન ઓસ્ટ્રેલિયાઇ' ગણાવ્યા.

હુસેકે કહ્યું કે સોશિયલ મીડિયા સાઇટ પર તેમની સામે હુમલો કરવો લોકતંત્રનો સ્વાભાવિક ભાગ છે. આની વચ્ચે તેમના સાથી સાંસદ રાબ મિશેલે ટ્વિટર પર બિન ઇસ્લામિક ટિપ્પણીઓ પર આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે હુસેકની સામે આ પ્રકારના નિંદનીય વ્યવહારને ક્યારેય સાખી લેવામાં આવશે નહી. આ નિષ્પક્ષતા અને ગરિમાની વિરુદ્ધ છે.

English summary
Ed Husic shrugs off Facebook abuse after swearing in with Quran
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X