હિના-બિલવાલના ઇશ્કની દાસ્તા લખનારને મળી સજા
બેંગ્લોર, 10 નવેમ્બરઃ થોડા સમય પહેલાં સમાચારમાં રહેલી હિના-બિલવાલની પ્રેમ કહાણીને વિશ્વ સમક્ષ લાવનાર સંપાદકને આકરી સજા મળી છે. અમે વાત કરી રહ્યા છીએ કે બાંગ્લાદેશ ઓનલાઇન મેગેઝિનના વિવાદાસ્પદ સંપાદક કે જેમના પર ધન ચોરીનો આરોપ લગાવીને જેલ ભેગા કરી દેવામાં આવ્યા છે.
આ વાતની જાણકારી ઢાકા પોલીસે મીડિયાને આપી છે. પોલીસે કહ્યું છે કે બે દિવસ પહેલાં સલાહુદ્દીન શોએબ ચૌધરીની ધરપકડ કરી છે અને વિત્તીય ધોખાધડીના આરોપમાં અદાલતે તેમને જેલ ભેગા કરવાનો આદેશ આપ્યો છે. તેમના પર 67 લાખ ટકાની ઉચાપાતનો આરોપ છે.

હુશ્નની માલિક હિના રબ્બાની અંગે પણ કહેવામાં આવે છે કે બિલવાલના ઇશ્કમાં તે એટલી ડૂબી ગઇ છે કે તેણે બિલવાલ માટે પોતાના ઘરસંસારને પણ દાવ પર લગાવી દીધું છે, તે પતિ ફિરોઝ ગુલઝારને તલાક આપવાની તૈયારીમાં છે.












Click it and Unblock the Notifications
