For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નહેરૂ-એડવિના વચ્ચે શારિરીક સંબંધ ન હતા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

jawaharlal nehru-edwina
લંડન, 2 ડિસેમ્બર: ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂ અને લેડી એડવિના માઉન્ટબેટન વચ્ચે શારિરીક સંબંધો ન હતા. બંને વચ્ચે આદ્યાત્મિક અને બૈદ્ધિક સંબંધો હતા. બંને વચ્ચે ગાઢ આકર્ષણ હતું. લેડી માઉન્ટબેટનની પુત્રી પામેલા માઉન્ટબેટનનું કહેવું છે કે જવાહરલાલ નહેરૂ-એડવિના એટલે 'બે શરીર એક આત્મા'. તાજેતરમાં પામેલા માઉન્ટબેટને રિલિજ કરેલા 'ડૉટર્સ ઑફ એમ્પાયર' નામના પુસ્તકમાં આ ખુલાસો કરવામાં આવ્યો છે.

પુસ્તકમાં જણાવ્યા અનુસાર ભારતના અંતિમ વાયસરોય લોર્ડ માઉન્ટબેટને પોતાની પત્ની લેજી માઉન્ટબેટન અને જવાહરલાલ નહેરૂના સંબંધો અંગે જાણ હતી પરંતુ તેમને ક્યારેય કોઇ હસ્તક્ષેપ કર્યો નથી. પામેલા માઉન્ટબેટનનું કહેવું છે કે નહેરૂ અને તેમની માતા વચ્ચે ગાઢ સંબંધ હતા. આ ગાઢ સંબંધ કોઇ શારિરીક કે યૌન સંબંધ ન હતો.

પુસ્તકમાં જણાવ્યા અનુસાર જવાહરલાલ નહેરૂના રૂપમાં એડવિનાએ એક એવો સાથી મળ્યો હતો જેનાથી તેને શાંતિ મળતી હતી. પામેલા માઉન્ટબેટનના જણાવ્યા અનુસાર તેની માતાએ જવાહરલાલ નહેરૂમાં ભાવાત્મક લાગણી જોઇ હતી જેથી તે તેમના પ્રેમમાં પાગલ હતી.

પુસ્તકમાં જણાવ્યા અનુસાર બંને એકબીજાના એકલાપણાને દૂર કરવા માટે મદદ કરતા હતા. પામેલાએ જણાવ્યું હતું કે ભારતમાં રહ્યા દરમિયાન મે જવાહરલાલ નહેરૂ સાથે ઘણો સમય વિતાવ્યો છે. મારી માતા અને જવાહરલાલ નહેરૂ વચ્ચે ગાઢ આકર્ષણ હતું. બે શરીર એક આત્માની જેમ.

English summary
Edwina Mountbatten, who rubbed shoulders with royalty, danced the Charleston with Fred Astaire and let young men not only fall at her feet but into her bed as well, fell madly in love with Nehru.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X