For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Elnaz Rekabi: હિજાબ પહેર્યા વગર રમવા ઉતરી ઇરાની મહિલા, રહસ્યમયી રીતે થઇ ગાયબ

દક્ષિણ કોરિયામાં એલ્નાઝ રેકાબી હિજાબ વિના ભાગ લીધા બાદ ગુમ થઈ ગઈ છે. ઈરાની પર્વતારોહક એલનાઝ રેકાબીએ રવિવારે દક્ષિણ કોરિયામાં એક આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાં હિજાબ પહેર્યા વિના તેના દેશનું પ્રતિનિધિત્વ કર્યું. ત્યારથી તે ગુ

|
Google Oneindia Gujarati News

દક્ષિણ કોરિયામાં એલ્નાઝ રેકાબી હિજાબ વિના ભાગ લીધા બાદ ગુમ થઈ ગઈ છે. ઈરાની પર્વતારોહક એલનાઝ રેકાબીએ રવિવારે દક્ષિણ કોરિયામાં એક આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાં હિજાબ પહેર્યા વિના તેના દેશનું પ્રતિનિધિત્વ કર્યું. ત્યારથી તે ગુમ હતી. રેકાબીના ગુમ થવા અંગે વિવિધ પ્રકારના દાવા કરવામાં આવી રહ્યા છે. દેશમાં ઈરાની કટ્ટરપંથીઓના ડરથી રેકાબી ઈરાદાપૂર્વક ગાયબ થઈ ગઇ હોવાનું કહેવાય છે, જ્યારે કેટલાક મીડિયા અહેવાલો દાવો કરે છે કે રેકાબીને કસ્ટડીમાં લેવામાં આવી છે.

દક્ષિણ કોરીયાએ પુષ્ટિ કરવાથી કર્યો ઇનકાર

દક્ષિણ કોરીયાએ પુષ્ટિ કરવાથી કર્યો ઇનકાર

એક સમાચાર અનુસાર 33 વર્ષીય રેકાબી બીજી મહિલા એથ્લેટ છે જેણે ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનના ફરજિયાત હિજાબ નિયમનું પાલન ન કર્યું. દક્ષિણ કોરિયાના ન્યાય મંત્રાલયે પુષ્ટિ કરવાનો ઇનકાર કર્યો કે શું ઈરાની એથ્લેટ દક્ષિણ કોરિયામાં છે અથવા તેહરાન જવા રવાના થયા છે. આ સાથે દક્ષિણ કોરિયાના વિદેશ મંત્રાલયે પણ કહ્યું છે કે તે આ મામલે કોઈ નિવેદન નહીં આપે. રેકાબીએ ત્રણ વખત એશિયન ચેમ્પિયનશીપમાં ભાગ લીધો છે અને એક સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ જીત્યા છે. તે આઈએફએસસી વર્લ્ડ ચેમ્પિયનશીપમાં મેડલ જીતનારી પ્રથમ ઈરાની મહિલા છે.

હિજાબ વગર આંતરાષ્ટ્રિય કોમ્પિટીશનમાં લીધો ભાગ

એલ્નાઝ રેકાબીએ ઈરાની શાસન સામે ખુલ્લેઆમ વિરોધ દર્શાવ્યો હતો અને સિઓલમાં એશિયન સ્પોર્ટ ક્લાઈમ્બિંગ ચેમ્પિયનશિપમાં હિજાબ વગર ભાગ લીધો હતો. રેકાબી ક્લાઇમ્બિંગ ચેમ્પિયનશિપમાં ચોથા ક્રમે રહી હતી પરંતુ હિજાબ ન પહેરવાના તેના નિર્ણયને ઈરાની શાસનના વિરોધના સંકેત તરીકે જોવામાં આવ્યો હતો અને તેનો પ્રચાર કરવામાં આવ્યો હતો. ધ ગાર્ડિયનના સમાચાર મુજબ, હવે રેકાબીના નજીકના મિત્રો તેનો સંપર્ક કરી શકતા નથી. બીબીસીએ સૂત્રોને ટાંકીને દાવો કર્યો હતો કે રેકાબીનો પાસપોર્ટ અને મોબાઈલ ફોન ફ્લાઇટમાં ચડતા પહેલા જપ્ત કરવામાં આવ્યો હતો.

ઇરાની દુતાવાસમાં ખોટી સાબિત કરાઇ

ઇરાની દુતાવાસમાં ખોટી સાબિત કરાઇ

જોકે દક્ષિણ કોરિયામાં ઈરાની એમ્બેસીએ રેકાબીના ગુમ થવાની ઘટના અને તેણે હિજાબ ન પહેરવાની ઘટનાને ખોટી ગણાવી છે. ઈરાની દૂતાવાસે કહ્યું કે તે આવા નકલી, ખોટા અને પ્રચારથી ભરેલા અહેવાલોને નકારે છે. કોરિયામાં ઈરાની એમ્બેસીએ જણાવ્યું હતું કે રેકાબીએ મંગળવારે સિઓલથી ઉડાન ભરી હતી. આ સાથે ઈરાની એમ્બેસીએ રેકાબીની તસવીર પણ મુકી છે. આ તસવીરમાં રેકાબી બ્લુ ડ્રેસમાં હિજાબ પહેરેલી જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે ઈરાનથી આવતા તમામ એથ્લેટ હિજાબ વગર દેશની બહારની કોઈપણ સ્પર્ધામાં ભાગ લેતા નથી.

મહિસા અમિનીના મોતથી શરૂ થયુ હતુ વિરોધ પ્રદર્શન

મહિસા અમિનીના મોતથી શરૂ થયુ હતુ વિરોધ પ્રદર્શન

આ પહેલા ઈરાનમાં 16 સપ્ટેમ્બરે મોરલ પોલીસની કસ્ટડીમાં 22 વર્ષની યુવતી મહસા અમીનીનું મોત થયું હતું. હિજાબના કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ યુવતીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી ઈરાનમાં હિજાબ સામે વિરોધ ચાલી રહ્યો છે અને આ પાંચમું સપ્તાહ છે. આ વિરોધમાં અત્યાર સુધીમાં 150થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.

English summary
Elnaz Rekabi: Iranian female player who played without wearing hijab disappeared
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X