Elon Musk New Home : એલોન મસ્કે એક્સ વાઈફ અને બાળકો માટે 3 અરબનો મહેલ ખરીદ્યો, જાણો ખાસિયત
Elon Musk New Home : અમેરિકન અરબપતિ અને દુનિચાના સૌથી અમીર વ્યક્તિ એલોન મસ્ક તેની કંપનીઓ સાથે સાથે તેના કામકાજને લઈને પણ ચર્ચામાં રહે છે.
હાલમાં જ એલોન મસ્ક તેના પરિવારને લઈને ચર્ચામાં છે. અહેવાલો અનુસાર, એલોન મસ્કે તેની પુર્વ પત્નીઓ અને બાળકો માટે અરબો રૂપિયાનો મહેલ ખરીદ્યો છે.

જણાવી દઈએ કે, અત્યારસુધીમાં એલોન મસ્કને તેની ત્રણ પત્નીઓથી 11 બાળકો છે. આ સિવાય તે અન્ય એક મહિલા સાથે રિલેશનશિપમાં છે. હવે આ બાળકો અને તેની માતાઓ માટે તેને મહેલ ખરીદ્યો છે.
ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, આ હવેલી ટસ્કન સ્ટાઈલમાં બનાવવામાં આવી છે અને તે ઈલોન મસ્કના ટેક્સાસના ઘરથી માત્ર 10 મિનિટના અંતરે છે. આ હવેલી એલોન મસ્કે એટલા માટે ખરીદી છે જેનાથી તેના બાળકો એકબીજાના જીવનનો હિસ્સો બની શકશે અને તેઓ પોતાનો સમય વધુ સારી રીતે પસાર કરી શકશે. આ સિવાય તે પોતાના બાળકો માટે પણ સરળતાથી સમય કાઢી શકશે.
2002 થી એલોન મસ્ક 12 બાળકોને જન્મ આપ્યો છે. પૂર્વ પત્ની જસ્ટિન મસ્કથી જન્મેલું તેનું પ્રથમ બાળક જન્મના માત્ર 10 અઠવાડિયામાં મૃત્યુ પામ્યું હતું.
2008માં બંનેએ છૂટાછેડા લીધા ત્યાં સુધીમાં દંપતીએ પાંચ બાળકોને જન્મ આપ્યો હતો. આ બાળકોનો જન્મ IVF દ્વારા થયો હતો. પ્રથમ વખત જોડિયા અને પછી જસ્ટિન મસ્કે એક સાથે ત્રણ બાળકોને જન્મ આપ્યો હતો.
જોડિયા બાળકોના નામ ગ્રિફીન અને વિવિયન છે. આ પછી સેક્સન, ડેમિયન અને કાઈનો જન્મ એક સાથે થયો. આ પછી મસ્ક બ્રિટિશ અભિનેત્રી તલ્લુલાહ રિલે સાથે રિલેશનમાં હતો. તેણે રિલે સાથે બે વાર લગ્ન કર્યા અને છૂટાછેડા લીધા પરંતુ તેમને કોઈ સંતાન નહોતું.
2020 થી 2022 વચ્ચે એલોન મસ્ક સંગીતકાર ગ્રીમ્સ સાથે વધુ ત્રણ બાળકોના પિતા બન્યો. તેના બાળકોના નામ X (એક્સ્ટ્રા ડાર્ક સાઇડરિયલ), વાય અને ટેક્નો મિકેનિકસ રાખ્યા છે. હાલમાં દંપતી બાળકોની કસ્ટડીને લઈને કાનૂની લડાઈમાં ફસાયુ છે.
આ દરમિયાન શિવોન ગિલિસ સાથે એલોન મસ્કના સંબંધો વધ્યા અને તેઓ બંને જોડિયા બાળકોના માતાપિતા બન્યા. શિવોન એલોન મસ્કના ન્યુરાલિંક સ્ટાર્ટઅપમાં એક્ઝિક્યુટિવ છે. તેઓએ આ વર્ષે જાહેરાત કરી કે તેમના ત્રીજા બાળકનો જન્મ થવાનો છે.












Click it and Unblock the Notifications
