For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એલોન મસ્કની ટ્વિટર બોર્ડમાં એન્ટ્રી, CEO પરાગે ટ્વિટ કરી સ્વાગત કર્યું!

વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ અને ટેસ્લાના સીઇઓ એલોન મસ્કે માઇક્રો-બ્લોગિંગ સાઇટ ટ્વિટર ઇન્કમાં 9.2 ટકા હિસ્સો ખરીદ્યો છે. હવે એવા અહેવાલ છે કે મસ્ક ટ્વિટરના બોર્ડમાં જોડાશે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 05 એપ્રિલ : વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ અને ટેસ્લાના સીઇઓ એલોન મસ્કે માઇક્રો-બ્લોગિંગ સાઇટ ટ્વિટર ઇન્કમાં 9.2 ટકા હિસ્સો ખરીદ્યો છે. હવે એવા અહેવાલ છે કે મસ્ક ટ્વિટરના બોર્ડમાં જોડાશે. ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલે મંગળવારે ટ્વિટ કરીને તેમનું સ્વાગત કર્યું. અગાઉ ટેસ્લાના સીઇઓ એલોન મસ્કે માઇક્રોબ્લોગિંગ સાઇટ પર એક વોટીંગ પોસ્ટ કર્યું હતું, જેમાં વપરાશકર્તાઓને પૂછવામાં આવ્યું હતું કે શું તેઓ ટ્વિટર પર એડિટ બટન ઇચ્છે છે. એના પર ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલે રીટ્વીટ કર્યું અને યુઝર્સને સાવધાની સાથે વોટ કરવાની ચેતવણી આપી, કારણ કે મતદાનના પરિણામો ખૂબ જ મહત્વપૂર્ણ હશે.

એલોન મસ્ક, ટ્વિટર બોર્ડ, ટ્વિટર, વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ, ટેસ્લા, માઇક્રો-બ્લોગિંગ સાઇટ. ટ્વિટર ઇન્ક, પરાગ અગ્રવાલ, Elon Musk, Twitter board, Twitter, the richest man in the world, Tesla, micro-blogging site. Twitter Inc., Parag Agarwal,

ઇલોન મસ્કના બોર્ડમાં જોડાયા પછી સીઇઓ પરાગ અગ્રવાલે લખ્યું હતું કે "હું એ જણાવતા ઉત્સાહિત છું કે અમે અમારા બોર્ડમાં ઇલોન મસ્કની નિમણૂક કરી રહ્યા છીએ! તાજેતરના અઠવાડિયામાં ઇલોન સાથેની વાતચીત દ્વારા તે અમારા માટે સ્પષ્ટ થઈ ગયું છે કે તે ખૂબ જ મહત્વપૂર્ણ હશે. તે અમારી સેવામાં વિશ્વાસ રાખે છે અને ગંભીર વિવેચક છે. અમને લાંબા ગાળા માટે પોતાને મજબૂત બનાવવા માટે Twitter પર અને અમારા બોર્ડ રૂમમાં એમની જરૂર છે.

આ પહેલા એલોન મસ્કે ખુલાસો કર્યો હતો કે તેણે ટ્વિટરમાં 9.2% હિસ્સો લીધો છે. આ ડીલની કિંમત લગભગ $3 બિલિયન છે. આ સમાચાર બાદ સોમવારે ટ્વિટરના શેરમાં 27%નો જબરદસ્ત વધારો થયો હતો. એલોન મસ્કે આ હિસ્સો એવા સમયે ખરીદ્યો છે જ્યારે તેણે થોડા દિવસો પહેલા એક ટ્વિટમાં કહ્યું હતું કે તે એક નવું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બનાવવા પર ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે. ઈલોન મસ્ક ટ્વિટર પર ખૂબ જ લોકપ્રિય છે અને તેમને 80 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે. જો કે તેમ છતાં તેમણે ઘણી વખત ટ્વિટરની ટીકા પણ કરી છે.

English summary
Elon Musk's entry on Twitter board, CEO Parag tweeted welcome!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X