For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટ્વિટર અધિગ્રહણ પહેલા થશે 75% કર્મચારીઓની છટણી, એલન મસ્કના આદેશથી હોબાળો

એલન મસ્કે ટ્વિટર અધિગ્રહણ પહેલા પોતાના સંભવિત રોકાણકારોને કહ્યુ કે તે કંપનીના લગભગ 75% કર્મચારીઓની છટણીની યોજના બનાવી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

એલન મસ્કે ટ્વિટર અધિગ્રહણ પહેલા પોતાના સંભવિત રોકાણકારોને કહ્યુ કે તે કંપનીના લગભગ 75% કર્મચારીઓની છટણીની યોજના બનાવી રહ્યા છે. એલન મસ્કના આ આદેશ બાદ કર્મચારીઓમાં ડર ફેલાઈ ગયો છે. જો કે ટ્વિટરના અધિકારીઓએ કોઈ પણ છટણીનો ઈનકાર કર્યો છે. જનરલ કાઉન્સિલ સીન એડજેટે ગુરુવારે કર્મચારીઓને કહ્યુ કે ટ્વિટ ડીલના સમાપન સુધી આ પ્રકારની સાર્વજનિકલ અફવાઓનુ બજાર ગરમ રહેશે. અમેરિકા વર્તમાનપત્ર વૉશિંગ્ટન પોસ્ટના રિપોર્ટ મુજબ આવનારા મહિનાઓમાં ટ્વિટરની અંદર છટણીની અપેક્ષા છે, ભલે કંપનીનો માલિક કોઈ પણ હોય.ટેક ઈન્ડસ્ટ્રીમાં ઘણી કંપનીઓએ હાલમાં જ હાયરીંગ ફ્રીઝ અને છટણીની જાહેરાત કરી છે.

Elon musk

ગુરુવારે રાતે બ્લૂમબર્ગે અહેવાલ આપ્યો કે ટ્વિટરમાં સર્ક્યુલેટ કરવામાં આવેલા એક ઈન્ટરનલ મેમોમાં જણાવવામાં આવ્યુ હતુ કે, 'કંપની-વ્યાપી છટણીની કોઈ યોજના નથી.' જો કે, ટ્વિટરના અધિકારીઓએ કોઈપણ છટણીનો ઇનકાર કર્યો છે, જનરલ કાઉન્સેલ સીન એજેટે ગુરુવારે કર્મચારીઓને જણાવ્યુ હતુ કે ટ્વિટર ડીલના અંત સુધી આવી જાહેર અફવાઓનુ બજાર ગરમ રહેવાનુ છે. બ્લૂમબર્ગના જણાવ્યા મુજબ જ્યારથી મર્જર સમજૂતી થઈ છે, કંપનીની છટણીની કોઈ યોજના નથી. વોશિંગ્ટન પોસ્ટ દ્વારા મેળવેલા દસ્તાવેજો દર્શાવે છે કે અબજોપતિ એલન મસ્કના 44 બિલિયન ડૉલર ટ્વિટર ડીલના ક્રમમાં આગામી મહિનાઓમાં મોટા પ્રમાણમાં છટણીની આશંકા છે. મળતી માહિતી મુજબ ટોચના સ્તરથી લઈને નાના સ્તરના કર્મચારીઓને છટણીમાં સામેલ કરવામાં આવી શકે છે. એલન મસ્ક અને ટ્વિટર વચ્ચે સોદો શરૂ થયો ત્યારથી આવા અહેવાલો સામે આવ્યા હતા.

એલન મસ્ક દ્વારા ચલાવવામાં આવતી સ્પેસ કંપની સ્પેસએક્સ, ટેસ્લાના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર(CEO)એ તેના ઘણા કર્મચારીઓને કાઢી મૂક્યા હતા. એક ખુલ્લો પત્ર લખીને આ કર્મચારીઓએ મસ્કની તેના વર્તન માટે ટીકા કરી હતી. સમાચાર અનુસાર આ મોટી છટણી બાદ કંપનીમાં માત્ર 2,000થી વધુ કર્મચારીઓ જ બાકી રહેશે. કંપનીના કર્મચારીઓને ડર સતાવી રહ્યો છે કે જો 7,500 કર્મચારીઓની યાદીમાં તેમનુ નામ નહીં હોયને? શું તેને કાઢી મૂકવામાં આવશે? શું 51 વર્ષીય મસ્ક ટ્વિટર સંભાળ્યા પછી વસ્તુઓ બદલાઈ જશે? ટ્વિટરના કર્મચારીઓના મનમાં અત્યારથી જ ઘણા સવાલો ઉઠવા લાગ્યા છે. નિષ્ણાતો મોટા પાયે કંપનીમાં સંભવિત છટણી અંગે પોતાનો અભિપ્રાય આપી રહ્યા છે. આ પહેલા પણ નિષ્ણાતો અને ટ્વિટરના પોતાના કર્મચારીઓ ચેતવણી આપી ચૂક્યા છે કે કન્ટેન્ટ મૉડરેશન અને ડેટા સુરક્ષા પર રોકાણ પાછુ ખેંચવાથી ટ્વિટર અને તેના વપરાશકર્તાઓને જોખમ થઈ શકે છે. અહેવાલ મુજબ આટલી મોટી સંખ્યામાં કર્મચારીઓની છટણીના કારણે પ્લેટફોર્મને નુકસાનકારક સામગ્રી અને સ્પામની મુશ્કેલી થઈ શકે છે.

સોશિયલ મીડિયા પર, કંપનીના ઘણા કર્મચારીઓએ તેમની નોકરી ગુમાવવાના ડરથી ઘણા પ્રશ્નો છોડી દીધા. તેમાંથી, ટ્વિટરના પ્રોડક્ટ મેનેજર પેટ્રિક કાઝાપાલાએ પૂછ્યુ કે શું બધુ બંધ થઈ જશે અને સાથે એક નવુ ટ્વિટર શરૂ કરશે. સોશિયલ મીડિયા જાયન્ટ માટે સ્ટાફ ડિઝાઇનર જીન રૉસે પણ સંભવિત છટણી પર ઘણા સવાલ કર્યા. ટ્વિટરના વરિષ્ઠ નાણાકીય વિશ્લેષક પાર્કર લિયોન્સે પણ સમાચાર સાંભળ્યા પછી શ્રેણીબદ્ધ મીમ્સ ટ્વિટ કર્યા, જેમાં કેપ્શન 'જ્યારે તમને ખ્યાલ આવે છે કે તમે 75% છો'. મેજિક જૉનસની એક ક્લિપ સાથે પોતાનુ પોતાનુ માથુ હલાવીને.. હું અહીં નથી રહેવાનો.' તેણે એનબીએ સ્ટાર રસેલ વેસ્ટબ્રુકની એક તસવીર પણ ટ્વીટ કરી, જેનુ શીર્ષક હતુ: 'બાકી 1,900 કર્મચારીઓ.' ઉપરાંત તેણે એલોન મસ્ક માટે પણ ઘણી વસ્તુઓ લખી.

English summary
Elon Musk to cut 75% of employees if he takes over Twitter
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X