For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રશિયન સેનાએ યુક્રેનના ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ પર કર્યો ભારે બૉમ્બમારો

યુક્રેનના સૌથી મોટી પાવર પ્લાન્ટ પર રશિયન સૈનિકોએ સૌથી મોટો હુમલો કર્યો છે.

|
Google Oneindia Gujarati News

કીવઃ યુક્રેનના સૌથી મોટી પાવર પ્લાન્ટ પર રશિયન સૈનિકોએ સૌથી મોટો હુમલો કર્યો છે. રિપોર્ટ મુજબ જેપોરજિયામાં રશિયન સેનાએ ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ પર મોટો હુમલો કર્યો છે. ત્યારબાદ અહીંથી ખૂબ જ ધૂમાડો નીકળી રહ્યો છે. યુક્રેનના વિદેશ મંત્રી દિમીત્રો કુલેબાએ રશિયાને અપીલ કરી છે તે તત્કાલ ફાયરિંગ રોકી દે અને ફાયર ફાઈટર્સને જવા દે. તેમણે કહ્યુ કે તે યુરોપનો સૌથી મોટો ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ છે.

ukraine

આ દરમિાયન યુક્રેનના વિદેશ મંત્રીએ કહ્યુ કે રશિયાની સેના જેપોરિઝિયા ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ પર દરેક બાજુથી હુમલા કરી રહી છે. તે યુરોપનો સૌથી મોટો ન્યૂક્લિયર પ્લાન્ટ છે. પ્લાન્ટમાં હુમલા બાદ ધૂમાડો નીકળી રહ્યો છે. વિદેશ મંત્રીએ કહ્યુ કે રશિયાએ તરત જ સીઝ ફાયર કરવુ જોઈએ. ફાયર બ્રિગેડકર્મીઓને જવાની અનુમતિ આપવી જોઈએ, સુરક્ષિત ઝોન બનાવવા દેવો જોઈએ.

ઓપન ન્યૂક્લિયર નેટવર્કના ડાયરેક્ટર લૌલાર રૉકવુડે જણાવ્યુ કે આ યુદ્ધથી યુક્રેનની ઈલેક્ટ્રિસિટી ગ્રિટ પર અસર પડી શકે છે કે જે સંપૂર્ણપણે ન્યૂક્લિયર પાવર પર નિર્ભર છે. તેમણે કહ્યુ કે સૈન્ય કાર્યવાહી આ પ્લાન્ટની આસપાસ ન્યૂક્લિયર ઈન્સ્ટૉલેશન પર જોખમ છે, આનાથી ખૂબ મોટુ નુકશાન થઈ શકે છે. બુધવારે રશિયાની સેના શહેરની અંદર ટેંક લઈને પહોંચી અને અહીં પાવર પ્લાન્ટને નષ્ટ કરવાની કોશિશ કરી પરંતુ અહીં સ્થાનિક નિવાસી, કામદારોએ પ્લાન્ટ કર્યાઅને એકઠા થઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે અહીં યુક્રેનના ચાર ન્યૂક્લિયર પ્લાન્ટ છે.

વળી, ઈન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સીએ ટ્વિટ કરીને કહ્યુ કે અમને જેપોરિજિયાના ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ પર હુમલાની માહિતી મળી છે, અમે યુક્રેનની સરકારના સંપર્કમાં છે. આઈએઈએના ડાયરેક્ટર જનરલ રાફેલ મારિયાનો ગ્રોસીએ યુક્રેનના પીએમ સાથે વાત કરી છે. તેમણે અપીલ કરી છે કે અહીં સેનાનો ઉપયોગ કરવામાં ન આવે જો રિએક્ટર પર વિસ્ફોટ થશે તો તેના ગંભીર પરિણામ આવી શકે છે.

English summary
Europe's biggest nuclear power plant hit by Russia.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X