અમેરિકા: ન્યુયોર્કમાં મોડી રાત્રે મોટો ધમાકો, 25 કરતા વધુ ઘાયલ
અમેરિકાના મેનહેટનમાં શનિવારે મોડી રાત્રે એક મોટો ધમાકો થયો. જેમાં ઘણા લોકો ઘાયલ થવાની આશંકા છે. ન્યુયોર્ક પોલીસ ડીપાર્ટમેન્ટએ ટ્વિટર પર ધમાકાની માહિતી આપી છે.
અમેરિકી મીડિયાના રિપોર્ટ અનુસાર ધમાકો રાત્રે લગભગ સાડા આઠ વાગ્યે 23 સ્ટ્રીટના 6 અને 7 એવન્યુમાં થયો. હાલ સુધી ધમાકા પાછળનું કારણ જાણવામાં નથી આવ્યું.

પોલીસ તરફથી કરવામાં આવેલી ટવિટમાં કહેવામાં આવ્યું કે ધમાકામાં ઘણા લોકો ઘાયલ થયા છે. જેમને જલ્દીથી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.
ન્યૂયોર્કના મૈનહેટનમાં થયેલા બ્લાસ્ટમાં 29 લોકો ઘાયલ થયા છે. સદનસીબે કોઇને પણ ગંભીર ઇજા નથી થઇ. બ્લાસ્ટના તાર આતંકીઓ સાથે જોડાયેલા હોવાના સબુત નથી મળ્યા.












Click it and Unblock the Notifications
