For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે ફેસબુક યુઝર્સ પહેલા કરતા 30 મીનિટ ઓછી ફાળવે છે : સર્વેક્ષણ

|
Google Oneindia Gujarati News

Facebook users spending 30 minutes less now : Survey
વૉશિંગ્ટન : સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકના યુઝર્સ સાઇટ પર સરેરાશ કેટલો સમય ફાળવે છે તે બાબતમાં આજે પણ ફેસબુક સમગ્ર વિશ્વમાં નંબર વન છે. આમ છતાં, છેલ્લા છ મહિનાની સરખામણી કરીએ તો ફેસબુક પર યુઝર દ્વારા ફાળવવામાં આવતા સરેરાશ સમયમાં ઘટાડો જોવા મળ્યો છે. હવે પહેલાની સરખામણીમાં યુઝર ફેસબુક પર અડધો કલાક ઓછો સમય ફાળવે છે અને આ માટે મોબાઇલ જવાબદાર હોઇ શકે છે.

આ તારણ વિશ્વની અગ્રણી સર્વે કંપની નિલ્સને સપ્ટેમ્બર 2012માં ટોપ ટેન વેબ બ્રાન્ડ્સના કરેલા સર્વેમાં બહાર આવી હતી. સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું કે સપ્ટેમ્બરમાં ફેસબુક યુઝર્સ સરેરાશ 6 કલાક 40 મીનિટનો સમય ફાળવતા હતા. આ સમય યુઝર્સ યાહૂ, ગૂગલને જેટલો સમય આપે છે તેની સરખામણીએ ત્રણ ગણો વધારે છે. અને યુ ટ્યુબને ફાળવવામાં આવતા સમય કરતા ચાર ગણો વધારે છે.

જો કે છ મહિના અગાઉ એટલે કે માર્ચ 2012ના રિપોર્ટમાં નિલ્સને નોંધ્યું છે કે ફેસબુક પર યુઝર્સ સરેરાશ 7 કલાક 10 મીનિટનો સમય ફાળવતા હતા. આ બાબત સૂચવે છે કે માર્ચની સરખામણીમાં સપ્ટેમ્બરમાં ફેસબૂકનો સરેરાશ યુઝર ટાઇમ ઘટે છે.

ટોપ ફાઇવ સાઇટ અને તેમના સરેરાશ યુઝર ટાઇમ

1 ફેસબૂક
સપ્ટેમ્બર 2012 - 6:40:32
માર્ચ 2012 - 7:9:23

2 યાહૂ
સપ્ટેમ્બર 2012 - 2:20:45
માર્ચ 2012 - 2:27:42

3 ગૂગલ
સપ્ટેમ્બર 2012 - 1:54:15
માર્ચ 2012 - 1:50:30

4 યુ ટ્યુબ
સપ્ટેમ્બર 2012 - 1:44:59
માર્ચ 2012 - 1:34:58

5 એમએસએન/વિન્ડોઝ લાઇવ/બિંગ
સપ્ટેમ્બર 2012 - 1:13:45
માર્ચ 2012 - 1:37:59

English summary
Facebook users spending 30 minutes less now : Survey
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X