For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Fact Check: બેલ્ઝિયમમાં સરકાર તરફથી કોરોનાને પગલે Sexual Activities પર પ્રતિબંધ?

Fact Check: બેલ્ઝિયમમાં સરકાર તરફથી કોરોનાને પગલે Sexual Activities પર પ્રતિબંધ?

|
Google Oneindia Gujarati News

બ્રેસેલ્સઃ કોરોના વાયરસ મહામારીની વચ્ચે કેટલાય પ્રકારના ફેક ન્યૂઝ વૉટ્સએપથી લઈ ફેસબુક અને ટ્વીટર પર શેર થઈ રહ્યા છે. પાછલા કેટલાક દિવસોથી એક એવા સમાચાર સર્ક્યૂલેટ થઈ રહ્યા છે જેમાં દાવો કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હેલ્થ મિનિસ્ટર મૈગી ડી બ્લૉક તરફથી આ આદેશ જાહેર કરવામાં આવ્યો છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે એવી કોઈ ગતિવિધિઓ જેમાં ત્રણ કે વધુ લોકો છે અને કોઈ મોટા વિસ્તારમાં થઈ રહી છે, તેને સંપૂર્ણપણે પ્રતિબંધિત કરવામાં આવે છે.

વૉટ્સએપ પર વાયરલ લિંક

વૉટ્સએપ પર વાયરલ લિંક

એક આર્ટિકલની લિંક તેજીથી વાયરલ થઈ રહી છે. જેમાં લખ્યું છે, સ્વાસ્થ્ય મંત્રી મૈગી ડી બ્લૉક તરફથી ઘોષણા કરવામાં આવી છે કે ત્રણ કે તેનાથી વધુ લોકો બિનજરૂરી સેક્સ્યુઅલ એક્ટિવિટીઝને તરત પ્રભાવથી પ્રતિબંધિત કરવામાં આવે છે જેથી કોવિડ-19ને ફેલાતા રોકી શકાય. આર્ટિકલમાં આગળ લખવામાં આવ્યું કે સંસદમાં સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે બેલ્ઝિયમ એક બીયર પીનાર દેશ ચે અને ગ્રુપ સેક્સની રાજધાની છે, એક દેશ તરીકે આપણે આ સ્થિતિ પર ધ્યાન આપવું પડશે. આર્ટિકલમાં એમ પણ લખવામાં આવ્યું હતું કે હેલ્થ મિનિસ્ટરે સિંગલ અથવા બે લોકો તરફથી થનાર ગતિવિધિઓને પ્રતિબંધિત નથી કરી.

ફેક વેબસાઈટનો મેસેજ વાયરલ થઈ ગયો

ફેક વેબસાઈટનો મેસેજ વાયરલ થઈ ગયો

આ આર્ટિકલ અને તેમાં કરવામાં આવેલ દાવો સંપૂર્ણ ખોટો સાબિત થયો છે. મૈગીએ 22 માર્ચે કોરોના વાયરસ પર પ્રેસ કોન્ફ્રન્સ કરી હતી અને તેમણે દેશમાં આઠ અઠવાડિયા માટે લોકડાઉનની ઘોષણા કરી હતી. આ ફેક આર્ટિકલને વર્લ્ડ ન્યૂજ ડેલી રિપોર્ટ તરફથી પ્રસારિત કરવામાં આવ્યા હતા. આ વેબસાઈટ એવા આર્ટિકલને પબ્લિશ કરે છે જે વ્યંગ્ય પર આધારિત હોય છે. જેની ટેગ લાઈન છે, 'વ્હેર ફેક્ટ્સ ડોન્ટ મેટર', એટલે કે જ્યાં સચ્ચાઈ કંઈ મહત્વ નથી ધરાવતી.

વેબસાઈટનું શું કહેવું છે

વેબસાઈટનું શું કહેવું છે

વેબસાઈટ પર પણ જે ડિસ્ક્લેમર આપવામાં આવ્યું છે તે મુજબ આ વેબસાઈટ પર તમને અધૂરી, અશુદ્ધ અને વ્યાકરણની ભૂલોથી ભરેલી જાણકારી મળશે. જેમાં એમ પણ લખવામા આવ્યું છે કે કોઈપણ વ્યક્તિ જે સાઈટ મેનેજ કરે છે તે આર્ટિકલમાં ગમે ત્યારે ગમે તેવો બદલાવ કરી શકે છે. પાછલા કેટલાક દિવસોમાં માત્ર વૉટ્સએપ અને ફેસબુક પર જ નહિ બલકે પ્રતિષ્ઠિત મીડિયા હાઉસ તરફથી આ અહેવાલને પ્રમુખતાથી ચલાવવામાં આવી રહ્યો છે.

બેલ્ઝિયમમાં અત્યાર સુધી 220 લોકોના મોત

બેલ્ઝિયમમાં અત્યાર સુધી 220 લોકોના મોત

બેલ્ઝિયમમાં હાલ કોરોના વાયરસના 6235 કેસ છે. ગુરુવારે એફપીએસ પબ્લિક હેલ્થ તરફથી થયેલ પ્રેસ કોન્ફ્રન્સમાં આ વાતની જાણકારી આપવામાં આવી છે. પ્રેસ કોન્ફ્રન્સમાં જણાવવામાં આવ્યું કે એક દિવસમાં અહીં 536 દર્દી વધ્યા છે. બેલ્ઝિયમમાં અત્યાર સુધી કોવિડ-19ના કારણે અત્યાર સુધી 220 લોકોના મોત થઈ ચૂક્યાં છે. જ્યારે 12 લોકો બીમારીથી ઠીક થઈ ચૂક્યા છે અને તેમને 24 કલાક દરમિયાન હોસ્પિટલેથી રજા આપવામાં આવી છે.

Fact Check: અમિતાભ બચ્ચનો દાવો, માખીથી પણ ફેલાય છે કોરોના, જાણો કેટલુ સત્ય?Fact Check: અમિતાભ બચ્ચનો દાવો, માખીથી પણ ફેલાય છે કોરોના, જાણો કેટલુ સત્ય?

English summary
Fact Check: Belgium put a ban non essential sexual activities amid coronavirus outbreak and its a fake news.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X